Gujarat

ઉત્તરપ્રદેશ હાથરસ દલિત યુવતી પર રેપ વીથ મર્ડરના પડઘા માલપુરમાં વાલ્મિકી સંગઠને આપેલ બંધના એલાન સંદર્ભે નગરમાં બજારો સજ્જડ બંધ

મોડાસા, તા.૧
ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૪મી સપ્ટેમ્બરના રોજ ૪ નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી ૨૦ વર્ષીય દલિત યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. યુવતીની જીભ કપાઇ ગઇ હતી. તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. દેશની જનતા અને દલીત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં વાલ્મિકી સંગઠને સમાજની દીકરી પર ગુજારવામાં આવેલ અત્યાચાર, રેપ વીથ મર્ડરના પગલે ન્યાયની માંગ સાથે બંધનું એલાન કરતા માલપુર નગરના તમામ નાના-મોટા ધંધા-રોજગાર બંધ રાખી વેપારીઓ અને નગરજનોએ સમર્થન આપ્યું હતું.
ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ દુષ્કર્મની ઘટનાને પગલે માલપુર નગરમાં બુધવારે રાત્રે વાલ્મિકી સંગઠને સોશ્યલ મીડિયા થકી ગુરુવારે માલપુર બંધનું એલાન આપવામાં આવતા વેપારીઓએ અને લોકો પણ વાલ્મિકી સમાજની દીકરી સાથે જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવેની માંગ સાથે સજ્જડ બંધ પાળ્યો હતો માલપુર ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સંગઠનના લોકો ઉમટી પડી ભોગ બનેલ દીકરીને શ્રદ્ધાંજલિ અર્પી ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.