ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અનલોક બાદ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આગામી ૧૪ જાન્યુઆરીના રોજ આવનાર અબાલ વૃદ્ધ સહુ કોઈના ઉત્તરાયણનો તહેવાર ઉજવવા લોકો થનગની રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં તો અત્યારથી જ પતંગ ચગાવવાનો ઉત્સાહ જણાઈ રહ્યો છે. તેમને તો ઉત્તરાયણની રાહ જોવી પોષાય તેમ ન હોવાથી અત્યારથી ધાબાઓ અગાસીએ અને રસ્તા પર જઈ પતંગ ચગાવવાનો અને લૂંટવાનો આનંદ મેળવી રહ્યા છે.