(એજન્સી) શ્રીનગર, તા.૩૦
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ક્રિકેટર સચિન તેન્ડુલકરનો આભાર માન્યો છે. સચિને સાંસદ ફંડમાંથી ૪૦ લાખ રૂપિયા કુપવારા જિલ્લામાં શાળાઓના બાંધકામ માટે ફાળવ્યા છે. મહેબૂબા મુફ્તીએ સચિનનો આભાર માનતા કહ્યું કે ક્ષેત્ર બહાર પણ તેઓ અમને પ્રેરિત કરી રહ્યા છે. સચિન તેન્ડુલકરે કલેક્ટરને આ ફંડ રિલીઝ કરવા માટે કહ્યું હતું. જેના દ્વારા શાળાની ઈમારતનું કામ, લેબોરેટરી, ટોઈલેટ બનાવાશે. દ્રગમુલ્લા ખાતેની શાળામાં ૧ હજાર વિદ્યાર્થીઓ ભણે છે જ્યાં ૧થી ૧૦ ધોરણ ચાલે છે.