Site icon Gujarat Today

ઉનાના કોબ ગામ પાસે હોડીમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.રપ
તાલુકાના કોબ પાસે દીવથી વિદેશી દારૂ હોડીમાં ભરી લઇ અવાતો હોવાની બાતમી નવાબંદર મરીન પોલીસને મળતા રેઇડ દરમ્યાન દારૂના જથ્થા સાથે ૧ શખ્સે ઝડપી પાડી પાડેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી ગામે રહેતા ભાવેશ પાંચા તેમજ હિરા પાંચા આ બંને ભાઇઓ દ્વારા દિવથી વિદેશી દારૂનો જથ્થો હોડીમાં ભરી દાડમ કાદે આવેલ કોબ ગામના સ્મશાન પાસે તેમના માણસો મારફત મંગાવવાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા હોડીમાંથી વિદેશી દારૂની બોટલનો જથ્થો નં.૨૪૦૦ કિ.રૂા. ૧ લાખ ૨૦ હજાર તેમજ હોડી સાથે કુલ કિ.રૂા.૧ લાખ ૪૫ હજારના મુદ્દામાલ સાથે રામજી નથુ સોલંકીને ઝડપી પાડી નવાબંદર મરીન પોલીસ પીએસઆઇ મંધરા, બી.જે.ગોહેલ, એસ.બી.છેલાણા, પ્રવિણભાઇ મોરી સહીતના સ્ટાફે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version