Gujarat

ઉનાના દરિયાઈ સીમામાં ખેલાયેલા ગેંગવોર અને પરપ્રાંતની બોટ સામે ગુનો દાખલ

ઉના, તા.ર
ગત તા.૨૮ માર્ચના રોજ ઉનાના નવાબંદર દરિયાઇ સીમાથી ૭૦ કિ.મી. અને ૩૫ નોટી માઇલ મધદરિયામાં નવાબંદરની માંડણ પાંચાભાઇ મજેઠીયાની માઇ એન ડી જી.જે.૧૫ એમ એમ ૧૬૬૨ નં.ની મેધધુત પ્રસાદ બોટને આંતરી દરિયામાં જાળ અને બોટને નુકસાન કરી ફિસીંગ કરવા ન દઇ ગુંડાગીરી આચરી ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી સહિત નવ ખલાસીઓને ધોકા પથ્થરો વડે હુમલો કરી મારમારી ગેકાયદેસર લાઇન ફિસીંગ કરતી પરપ્રાંતની બોટના ખલાસીઓએ દરીયાઇ સરહદમાં જૂથ બનાવી બોટ ડૂબાવવાનો પ્રયાસ કરતી ગંભીર ધટના સર્જાયેલ. આ બનાવથી સમગ્ર પંથકના માછીમારોમાં રોષની લાગણી ફેલાતા પોલીસ પણ ગંભીર બનેલ હતી અને દરીયાઇ સીમામાં ખેલાયેલા ગેંગવોરની ઘટનાને ધ્યાને લઇ તપાસ ધમધમતી કરી હતી અને મરીન પોલીસએ દરિયાઇ પેટ્રોલિંગ કરી પરપ્રાંતની બોટો અંગેની શોધખોળ કરેલ હતી. આ બનાવ અંગે નવાબંદર પોલીસે ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી સહીત આઠ ખલાસીઓના નિવેદનો નોંધીને જીરો.નં.થી બોટ માલીકની ફરીયાદ નોંધી બોટનંબર એમ૨ એચ ૪૮૪૫ તેમજ ચંનદ્રકાંત નં.ની બોટ એમ એચ ૭ ૨૪૪૩ તથા અપન માધવ બોગ નં. ૯૨૨ -૯૮ તેમજ અન્ય નંબર વગરની અજાણીય બોટના ટંડેલ ખલાસી સામે પથ્થર મારો કરી બોટને ૨થી ૩ લાખનું નુકસાન કર્યા અંગેનો ગુનો નોંધી પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સમક્ષ મોકલી આ અજાણીયા બોટ સામે તપાસ હાથ ધરવા રીપોટ કરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.