ઉના, તા.૩૧
એ વાતમાં કોઇ સંશય નથી કે માતા બનવું એ સ્ત્રીના જીવનનો એક સોનેરી પળ હોય છે. એક મહિલા તેના જીવનકાળ દરમ્યાન ભુલી શક્તી નથી. એટલે ગર્ભવસ્થા દરમિયાન સ્ત્રીની દરેક સમસ્યાને ભૂલી જાય છે. અને તેના આવનારા બાળકની સ્વાગત કરવાની તૈયારીમાં લાગી જાય છે. એટલે કે જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓ ડીલીવરી દરમિયાન થતી પીડા વિશે ભૂલી જાય છે. અને તેમના બાળકને આ ઉત્સુકતા સાથે આવવા માટે રાહ જુએ છે..
સામાન્ય રીતે આપણે કલ્પના પણ નથી કરી શક્તા કે બાળકના ડીલેવરી દરમિયાન સ્ત્રીને કેટલી પીડા થાય છે. પણ ઘણી વખતે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોવાના કારણે તબીબના સહારે સ્ત્રીઓને તેની સલાહ આધારિત સિઝેરીયન હવાલે છોડીએ છીએ. આ પ્રક્રિયાના કારણે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય વાસ્તવમાં ખૂબ નબળું બની જાય છે અને સિઝરીયન પછી સમસ્યા ચોક્કસપણે થઇ શકે છે. સ્ત્રીને માંસપેશી ટાંકાના કારણે ખરાબ અસર થાય છે. અને સિઝરીયન યોગ્ય નથી. તો તેનો અર્થ શું ?
આ બાબતે ઉના સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ચિરંજીવી યોજના અંતર્ગત સામાન્ય ગરીબ વર્ગની સ્ત્રીઓએ કરાવેલી ડીલેવરી અંગેના આંકડાકીય માહિતીની ખોજ કરતા સરકારી હોસ્પિટલના એમ.બી.બી.એસ. ડોક્ટરોની કામગીરી ગાયનેક ખાનગી તબીબો કરતા શ્રેષ્ઠ હોવાનું ઊંડી આંખે વળગે છે. ત્યારે સંભાવીક સવાલ ઉઠે છે કે સ્ત્રીઓને સિઝરીયનની પીડા શું કામ અપાય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ઊના સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્મ્મ્જી તબીબોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની માતાઓના સ્વપના સાકાર કર્યા છે. અને તેના આવનારા બાળકને ઉત્સુક્તા સાથે પીડા મૂક્ત ડીલેવરી કરાવી છે. ૩૧૯૧ ડીલેવરીમાં એકપણ સિઝરીયન કર્યા વગર તદન ફી નોર્મલ ડીલેવરી દ્વારા માતા-બાળકનું સ્વાસ્થ્યની ચિંતા મૂક્ત કામગીરીની સાથે અન્ય સરકારી હોસ્પીટલમાં આવતા ઓ.પી.ડી.ના ૯૭૭૯૩ દર્દીના ચેકઅપ ૧૧૯૮૨ દર્દીને ઇન્ડોર રાખી સારવાર આપેલ ૨૪૭ જેટલા વિવિધ પ્રકારના પી.એમ. અને ૨૧૮૯ એમ.એલ.સી. કેસોની શ્રેષ્ઠ કામગીરી બજાવી છે.
અત્રે એ પણ યાદ આપવું જરૂરી છેકે ઉના સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૫ વર્ષથી ગાયનેક સર્જન તેમજ સર્જન તબીબની જગ્યા ખાલી હોવા છતાં બે વર્ષની કામગીરી સંતોષપૂર્વક કરાય છે. તેની સામે રાજ્ય સરકારે તમામ યોજના અને આરોગ્ય લક્ષી ચિરંજીવી યોજના અંતર્ગત ખાનગી હોસ્પીટલમાં ડીલેવરી અંગે નિયત કરેલા ચાર્જ ચુકવવા છતાં સ્ત્રીની સલામતી રૂપ ડીલેવરી કરાવવાની કામગીરી સોંપાયેલ જેમાં સરકારી આંકડા રેકર્ડ પર નજર કરાય તો ખાનગી ગાયનેક નિષ્ણાંત તબીબોએ બે વર્ષ દરમ્યાન ૯૨૧ ડીલેવરી સામે ૧૬૦ જેટલી ડીલીવરી સિઝેરીયન કરી છે. અને ૭૬૧ નોર્મલ કરાયેલ છે. આમ ખાનગી હોસ્પીટલમાં ધકેલાતા લોકોની આંખ ખોલતી શ્રેષ્ઠ કામગીરી સરકારી તબીબએ કરી મહિલાઓના જીવનને ખુશ હાલ બનાવેલ હતું. ઉનાની સાર્વજનિક ટ્રસ્ટની મહેતા હોસ્પિટલના આંકડા ઊંડા આંખે આવે તેવા જોવા મળ્યા છે. ત્યાના તબીબે ૨ વર્ષ દરમ્યાન ૩૩૬ ડીલેવરી પૈકી ૧૨૨ જેટલા સિઝેરીયન કર્યા હતા. બીજા ક્રમે સદભાવના હોસ્પિટલ ૨૬ સિઝેરીયન કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં ચિરંજીવી યોજના અંતર્ગત છેલ્લા ૨ વર્ષ દરમ્યાન ઉનાની ૫ હોસ્પિટલને ૯૨૧ ડીલેવરી પેટે ૨૮ લાખ ૩૦ હજાર ૪૦૦ની રકમ ચુકવી જ્યારે સરકારી હોસ્પિટલમાં ચાર્જ દીધા વગર ૩૧૯૧ ડીલેવરી નોર્મલ કરાવાય છે.
કઇ હોસ્પિટલમાં નોર્મલ ડીલેવરી તેમજ સિઝરીયન ટોટલ..
(૧) સરકારી હોસ્પિટલ ઉના ૩૧૯૧ – ૦ – ૩૧૯૧.
(૨) મહેતા હોસ્પિટલ ઉના ૨૧૪ – ૧૨૨ – ૩૩૬.
(૩)સદભાવના હોસ્પિટલ ૧૨૦ – ૨૬ – ૧૪૬.
(૪) નટરાજ હોસ્પિટલ ૧૦૮ – ૫ – ૧૧૩.
(૫) આર્શિવાદ હોસ્પિટલ ૩૦૬ – ૭ – ૩૧૩ (૬) ડો.નિમાવત ૧૩ – ૦ – ૧૩.