Gujarat

ઉમરાળાના રંઘોળા ગામ પાસે ટ્રક પુલ પરથી ખાબકતાં ૩૧ જાનૈયાનાં મોત : રપથી વધુને ઈજા

ભાવનગર, તા.૬
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા પાસે આજે વહેલી સવારે ૭ વાગ્યાના સુમારે જાનની ટ્રક રપ ફૂટ પુલ નીચે ખાબકતા ૩૧ જેટલા જાનૈયાના મોત થતાં કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા, ર૦ મહિલાઓ, પાંચ બાળકો સહિત ૩૧નો ભોગ લેવાયો છે. જ્યારે રપથી ૩૦ જાનૈયાઓને ઈજા થતાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોળી પરિવારમાં ખુશીના બદલે માતમની લાગણી છવાઈ ગઈ છે.
આ ગમખ્વાર અકસ્માતની વાહન અકસ્માતની જાણવા મળેલ વિગત મુજબ ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર રંઘોળા નજીક આજે સવારે જાન લઈને ભાવનગરના અનીડા ગામના પ્રવીણભાઈ કોળી તેમના પુત્ર વિજયની જાન લઈને બોટાદ તાલુકાના ટાટમ ગામ જઈ રહ્યા હતા ત્યારે જાનૈયાનો ટ્રક ઊંધો પડી નાળામાં ખાબક્તા ૩૩ના મોત નિપજ્યા હતા અને મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળેલ છે. રંઘોળા પાસેના અનીડા ગામનો કોળી પરિવાર ટ્રકમાં લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં જ ભાવનગર, સિહોર, ઉઘરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તેમજ કોંગ્રેસના ગઢડા-ઉમરાળાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતના પદાધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે અને ભાવનગર હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના બાદ ટ્રક નીચે ફસાયેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩પથી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ બનાવ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય મળે તેવી માગણી કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, સરકારે રાજ્યમાં વધતી વસ્તીની સાથે એસટી બસોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. એસટી બસોની સંખ્યા ઓછી હોવાથી ગરીબ પરિવારોએ માલવાહક સાધનોનો ઉપયોગ મુસાફરી માટે કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના સમયમાં મુસાફરોને સસ્તા ભાડામાં મુસાફરીનો લાભ મળતો હતો તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. સમારકામ ચાલતું હતું બનાવના સ્થળ પર રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે તો પ્રાથમિક અહેવાલ પ્રમાણે ડ્રાઈવરની બેદરકારી છતી થઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.