National

ઋષિ કપૂરના અવસાનથી સંપૂર્ણ દેશ સ્તબ્ધ, રાજકારણથી લઈને બોલીવુડ હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી

(એજન્સી) તા.૩૦
બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે ૬૭ વર્ષની ઉંમરમાં આ દુનિયા છોડી દીધી છે. ઋષિ કપૂરના અવસાનના સમાચાર આવ્યા પછીથી જ બોલીવુડમાં શોક પસરી ગયો છે. સિનેમા જગત જ નહીં પરંતુ રાજકારણ, રમત સહિત દરેક ક્ષેત્રથી લોકો તેમના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા ઋષિ કપૂરના પરિવાર તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું અમારા પ્રિય ઋષિ કપૂરનું આજે સવારે ૮ઃ૪પ વાગે હોસ્પિટલમાં અવસાન થયું. તે ગત બે વર્ષથી લ્યુકેમિયાની સાથે લડાઈ લડી રહ્યા હતા. હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે જણાવ્યું કે તેમણે અંતિમ સમય સુધી તેમનું મનોરંજન કર્યું. બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચને ટિ્‌વટ કરી ઋષિ કપૂરના અવસાનની માહિતી આપી. તેમણે જણાવ્યું કે તે જતા રહ્યા ઋષિ કપૂર જતા રહ્યા. અત્યારે થોડી વાર પહેલા તેમનું અવસાથ થયું. હું હવે તૂટી ચૂક્યો છું. અક્ષય કુમારે ટિ્‌વટ કર્યું એવું લાગે છે જેવું આપણે એક ખરાબ સ્વપ્નની વચ્ચે છીએ. અત્યારે ઋષિ કપૂરજીના અવસાનના સમાચાર સાંભળ્યા. આ દુઃખદ છે. તે એક કિંવદંદેતી, અને મહાન સહ-કલાકાર અને પરિવારના એક સારા મિત્ર હતા. મારા વિચાર અને પ્રાર્થના તેમના પરિવારની સાથે છે. પ્રિયંકા ચોપડાએ ઋષિ કપૂરના અવસાન પર લખ્યું મારૂં હૃદય ખૂબ જ ભારે છે. આ એક યુગનો અંત છે. ઋષિ સર તમારા સ્વચ્છ હૃદય અને અથાક પ્રતિભાનો સામનો ફરી ક્યારેય નહીં થાય. નીતુ મેમ, રિધિમા, રણબીર અને પરિવારના બાકી સભ્યો પ્રતિ મારી સંવેદના. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. અભિનેતા કમલ હસને પણ ચિંટુજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો.
રાજકારણમાં કોણે શું કહ્યું :-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી ઋષિ કપૂરના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ભારતીય સિનેમા માટે ભયજનક અઠવાડિયું બતાવ્યું છે. શાનદાર અભિનેતા, તમામ પેઢીઓમાં જોરદાર ફેન ફોલોઈંગ, તેમની ઘણી યાદ આવશે. દુઃખના આ સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને ફેન્સની સાથે છે. સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઋષિ કપૂરનું આકસ્મિક અવસાન ચોંકાવનારૂં છે. તે ના માત્ર એક મહાન અભિનેતા હતા ઉપરાંત એક સારા માણસ હતા. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રતિ મારી સંવેદના છે. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે પણ અભિનેતા ઋષિ કપૂરના અવસાન પર શોક વ્યક્ત કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ટિ્‌વટ કરી શોક વ્યક્ત કર્યો.
રમત જગતમાં કોણે શું કહ્યું :-
વીરેન્દ્ર સહેવાગે ટિ્‌વટમાં લખ્યું કે ઋષિ કપૂરના અવસાનના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. ત્યાં પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ ટિ્‌વટ કર્યું કાલે ઈરફાનખાન આજે ઋષિ કપૂર ર૦ર૦ ગુમાવવાનું વર્ષ છે. આ કમી કોઈ પૂરી કરી શકતું નથી. કપૂર પરિવારની સાથે મારી સંવેદનાઓ. શિખર ધવને ટિ્‌વટમાં લખ્યું ઋષિ કપૂરજીના અવસાન વિશે સાંભળીને આશ્ચર્યચકિત છું. તેમના પરિવાર અને મિત્રોની સાથે મારી સંવેદનાઓ છે. અનિલ કુંબલેએ ઋષિ કપૂરને પોતાના બાળપણના હીરો બતાવ્યા છે. જણાવી દઈએ કે ઋષિ કપૂરે બોબી ફિલ્મ દ્વારા એક્ટિંગ શરૂ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.