Downtrodden

એક દલિત વિદ્યાર્થીનું મૃત્યુ

હૈદરાબાદ યુનિવર્સિટીમાં રોહિત વેમુલાના આપઘાતથી, ખાસ કરીને દેશની ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં દલિત વિદ્યાર્થીઓ પ્રત્યે ઊંડે બેસી ગયેલો ભેદભાવ અને જાતિ પક્ષપાત ખૂલ્લામાં આવી ગયો છે.

હૈદરાબાદ યુનિવર્સિટીમાં એક પી.એચ.ડી.ના વિદ્યાર્થી એવા રોહિત વેમુલાનો આપઘાત કોઈ અલગ પ્રકારનો બનાવ નથી, પરંતુ તે પાંગળી ગ્રામીણ ગરીબાઈમાંથી તેઓના બાળપણથી ઉપદ્રવ એવા જાતિ પૂર્વગ્રહોમાંથી મુક્ત થવાનો જીદ્દી ઉકેલ શોધતા ઘણીવાર આવતા ફર્સ્ટ જનરેશનના વિદ્યાર્થીઓની ખાસ જરૂરિયાતોને ઓળખવાની વ્યવસ્થિત નિષ્ફળતાની પરિસીમા છે. રોહિત વેમુલાનો કેસ એક ખાસ ક્લાસિક કેસ છે. ૧૭ જાન્યુઆરીની તેની આત્મહત્યાની નોંધના “પહેલા અને છેલ્લા પત્ર’માં તે કહે છે કે પોતે “કાર્લ સાગન”જેવો એક વિજ્ઞાનનો લેખક બનવા માગતો હતો.

ભારતના પ્રખ્યાત ઉચ્ચશિક્ષણના એકમોમાંના એક એવી આ સંસ્થાના લોકોના મત મુજબ, રોહિતનું મૃત્યુ આ યુનિવર્સિટીમાં દાયકામાં નવમું હતું. તેમાંના છ દલિતોના, એક આદિવાસીનું, એક પછાત જાતિનું અને એક ઉચ્ચ એક મૃત્યુ જાતિનું મૃત્યુ હતું. પાંચ દલિતોના અભ્યાસકાળના પૂર્વાગ્રહો સાથે જોડાયેલા હતા, જેમાં ઓછી ગુણવત્તા ચાલુ રાખવા પી.એચ.ડી. ના માર્ગદર્શકોની સમયસર ફાળવણી ન કરવી અને ગ્રાન્ટને ઓછી ક૨વાની વહીવટીતંત્રની ભૂલો આવરી લેવાતી હોય છે. રોહિતના કેસમાં અત્યંત શિક્ષાત્મક પગલાંઓના કારણે આત્મહત્યા થઇ હતી. આવા વિદ્યાર્થીઓની જરૂરિયાતો તરફ યુનિવર્સિટીની જવાબદારી હોય છે કે તેના ઉચ્ચ શિક્ષણના લક્ષ્યોને હાંસલ કરવા માટે તે સંવેદનશીલ બને જે સર્વ વિકાસના સમાવેશક આદર્શોને દર્શાવી શકે. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના રાજકારણને સંબંધી થયેલી ઓચિંતી અથડામણને કારણે આ બધું શરૂ થયું હતું, જેનો ૫૦ વર્ષોથી વધુ સમયથી ઊભેલી આ યુનિવર્સિટીના કેન્દ્રીય સત્તાધારીઓ સારી રીતે વહીવટ કરી શક્યા હોત. ૩-४ ઓગસ્ટ,૨૦૧૫ની રાત્રિએ, મધ્યરાત્રિ પછીના એક કલાક બાદ, આંબેડકર સ્ટુડન્ટસ એસોસિએશન (એ.એસ.એ.) સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થી, ડાબેરી ઝોક ધરાવતું દલિત ગ્રુપએ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ની વિદ્યાર્થી સભા “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ના એક નેતા અને એપ્લાઈડ લીગુઈસ્ટિકમાં પી.એચ.ડી.ના બીજા વર્ષના વિદ્યાર્થી એવા નમાન સુશીલ કુમાર પાસે “માફી’મંગાવવાનું નક્કી કર્યું હતું. આ માફી તેના ફેસબુક પરના અપમાનજનક દેખીતી ટિપ્પણીઓ માટે હતી. તેની પ્રોફાઈલનું સ્ટેટસ ૩ ઓગસ્ટના રોજ અપડેટ કર્યું હતું જેને વાંચીએ: “એ.એસ.એ. મૂર્ખાઓ ગુંડાગીરી વિશે વાતો કરે છે, જે હાસ્યાસ્પદ લાગે છે.” ૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં યાકુબ મેનનને ૩૦ જુલાઈ રોજ ફાંસી આપવામાં આવી હતી તે બાબતે કેમ્પસમાં આયોજિત દિલાસા માટેની મિટીંગનાં પ્રત્યાઘાત રૂપે આ કહ્યું હતું.

આ અંતિમ સજાના વિરોધમાં આ મીટિંગનું આયોજન એ.એસ.એ.દ્વારા કરવામાં આવ્યું હતું, કેટલાક સભ્યોએ બેનરો પણ પકડ્યા હતા અને હિન્દી તથા તેલુગુમાં સૂત્રોચ્ચાર કરતા હતા જેનો સીધો અર્થ થતો હતો કે “કેટલા યાકુબને તમે મારશો? ત્યાં દરેક ઘરમાંથી એક યાકુબ હશે.”

૨૧ જાન્યુઆરીના રોજ ઝી ન્યુઝ ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યુંમાં સુશીલે સ્વીકાર્યું હતું કે તેણે આ વિરોધને પ્રત્યક્ષ જોયો ન હતો, તેણે ફક્ત ફેસબુક પર ફોટાઓ મૂક્યા હતા. તેણે એ પણ કહ્યું હતું કે “તે આ બનાવથી અત્યંત દુઃખી થયાં હતાં અને તાત્કાલિક આ મીટિંગના ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપ પર ગાંચીબોલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ભૂપતિને મોકલ્યા હતા જેના દ્વારા આવી પ્રખ્યાત હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટીની અંદર ચાલતી “રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ’ને ભૂપતિના ધ્યાનમાં લેવડાવવા માંગતો હતો.”

સુશીલ આ ટીકા એવી બેપરવાહી સાથે કરતો હતો કે જાણે તે રાજકીય વિરોધીઓની ધરપકડ માન્ય કરાવવા અને વિરોધીઓ પ્રત્યે નજર રાખવા માટે એ.વી.બી.પી.ના કાર્યકર્તાઓનો ઉપયોગ થઇ રહ્યો છે તેના મહત્ત્વથી અજાણ હતો. એક મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુ.જી.સી.ને

તેના કાર્યક્ષેત્ર હેઠળ આવતા કોલેજ કેમ્પસોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સલાહ આપતો આદેશ બહાર પાડવા સૂચના આપી હતી. આ માર્ગદર્શક સૂચનાઓનું શૈક્ષણિક સમાજ દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી હતી. રોહિતના મૃત્યુ બાદ ક૨વામાં આવેલી ફરિયાદ માટે તપાસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર ભૂપતિ બને છે, જેમાં છ વ્યક્તિઓ પર એસ.સી./એસ.ટી.(પ્રિવેન્શન ઓફ એસ્ટ્રોસીટી) એક્ટના જુદા જુદા સેક્શનો અંતર્ગત આત્મહત્યા માટે ઉત્તેજન આપવાનો આરોપ લગાવ્યો છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે તે અને સુશીલ એકબીજાને જાણતા હતા જેથી અધિકારી વિરુદ્ધ ભેદભાવ રાખવાનો આરોપ મૂકી શક્યા હોત, કેમ કે સચ્ચાઈ છે કે આ કેસમાં રોહિત વેમુલાની જાતિ એક નિર્ણાયક બાબત છે.

ખરેખર આ કેસ એસ.સી એસ.ટી (પ્રિવેન્શન ઓફ એસ્ટ્રોસિટી) એક્ટ અંતર્ગત ચલાવી ન શકાયો હોત જો તે પ્રસ્થાપિત થયું હોત કે શિકાર બનેલ વ્યક્તિ દલિત કે આદિવાસી નથી. ત્યારબાદ ક્રમશઃ શ્રમ અને રોજગાર મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બાંદારુ દત્તાત્રેય, તેલંગાણામાં બીજેપીની લેજેસલેટીવ કાઉન્સિલના સભ્ય નારા૫રાજુ રામચંદ્રન રાવ, સુશીલ નંદનામ દિવાકર, સુશીલના પૈતૃક કાકા અને બીજેપી કાર્યકારીણી જે દેખીતી રીતે સ્મૃતિ ઈરાનીને લખવા માટે બંદારુ દત્તાત્રેયને તૈયા૨ ક૨વાના સાધનરૂપ હતી, એચ.સી.યુ.વાઈસ ચાન્સેલર અપ્પા રાવ પોદાઈલ અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ તથા ૩-૪ ઓગસ્ટની રાત્રીએ બનેલા બનાવના સાક્ષી એવા સુશીલના મિત્ર ક્રિષ્ના નામે ચૈતન્યના એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી. ઇકોનોમિકસ વિભાગના એક પી.એચ.ડી વિદ્યાર્થી અને રોહિતના મિત્ર એવા દોન્થા પ્રશાંતે આ ફરિયાદ કરી હતી. સુશીલની સોશિયલ મીડિયા પોસ્ટનો ખાસ મુદ્દો હતો. આ શબ્દ-‘“ગૂન્સ” કે જેને તેણે ઝી ઇન્ટરવ્યુમાં ન્યૂઝના ‘“વિષમતાવાળો શબ્દ” તરીકે વર્ણવ્યો હતો. તે કહેતો હતો કે જ્યારે તેના શત્રુઓ તેને કેસરિયો આતંકવાદી અને ફાસીવાદી” કહેતા હતા તો તે આ શબ્દનો શા માટે ઉપયોગ ન કરે.” માફી અને ‘હુમલો’૩ ઓગસ્ટની રાત્રીએ ખરેખર શું બન્યું હતું તે સમજવા માટે “ફ્રન્ટલાઇન” એ તે સ્થળ પરના ફરજ પરના સુરક્ષા અધિકારીને પૂછ્યું હતું. તેણે કહ્યું હતું કે, મધ્યરાત્રિ પછી તેણે ઉત્તરીય કેમ્પસ વિસ્તારમાં આવેલી નવી રિસર્ચ સ્કોલર બિલ્ડીંગના રૂમની બહાર સાયકલ સ્ટેન્ડના એક ખૂણામાં સુશીલ ‘થોડાક સમયથી”ફોન પર વાતો કરી રહ્યો હતો. ‘એ.એસ.એ.સાથે જોડાયેલા કેટલાક સભ્યો ૫૦ ફૂટના અંતરે (આશરે ૧૫ મીટર) ઊભા હતા અને માંગણી કરી રહ્યા હતા કે સુશીલ તેઓની પાસે આવીને ફેસબુક પર તેણે કરેલી કોમેન્ટ માટે માફી માંગે.’” દલીપ સિંઘે કહ્યું, જે નિવેદન સત્ય શોધતી કમિટીને પુષ્ટિ આપતું હતું. “પછી તે ફોન કાપીને આવ્યો. વિદ્યાર્થીઓ તેને પૂછતા હતા કે શા માટે તેણે ઈન્ટરનેટ ૫૨ આવું પોસ્ટ કર્યું. મને ઇન્ટરનેટ વિશે વધુ સમજાતું નથી, પણ તેણે વિદ્યાર્થીઓ કહેતા હતા તેવું કરવાનો ઇન્કાર કર્યો હતો. અંતે, તેણે તે વાત છોડી દીધી અને “માફી’નો એક પત્ર લખી આપ્યો હતો.’

શક્યતાવત વિદ્યાર્થીઓ સામસામાં આવી જાય તો તેના પર નજર રાખવાનો સ્ટુડન્ટ વેલ્ફેરના ડીન, પ્રકાશ બાબુનો ફોન મળ્યાં પછી દલીપ સિંધ તેના સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો. દલીપ સિંઘ ત્યાં સવારે ૧:૨૦ કલાકે પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓ વચ્ચેની મીટિંગમાં ૨૦ મિનિટ રહ્યો હતો.

સુશીલે કહ્યું હતું કે તેણે પોલીસને ૧૦૦ ફોન કર્યાં હતા અને પોતે જેનાથી સંપર્કમાં હતો તેવા એક અન્ય પોલીસ અધિકારી, એસ.આઈ. નવનીનને પણ જાણ કરી હતી. સુશીલના કહ્યા મુજબ થોડીક ક્ષણોમાં બે પોલીસની ટુકડીઓ આવી પહોંચી હતી. તેણે એ.એસ.એ.વિદ્યાર્થીઓ પર પોતાને માર મારવાનો અને તેના રૂમમાંથી બહાર ઢસડીને લઇ આવવાનો આરોપ લગાવ્યો હતો. અને દાવો કર્યો હતો કે તે માટે તેની પાસે સાક્ષીઓ હતા. તેણે ઉમેર્યું હતું કે તેઓ તેને ફેસબુક પ્રોફાઈલ પર માફીપત્રને અપલોડ કરે તેવી માંગ કરતા હતા. તનાવોને ઓછો કરવા માટે આતુર એવા બે સુરક્ષા કર્મીઓએ મેઈનગેટ પરના તેઓના કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. પ્રશાંત અને તેના મિત્ર સુરક્ષા અધિકારીઓની જીપમાં સુશીલ સાથે જવા માટે આગ્રહ રાખ્યો હતો. આ ક્ષણે, ત્યાં કેટલીક ધક્કામુક્કી જોવા મળી હતી, જેને કારણે સુશીલનું શર્ટ ફાટી ગયું હતું અને તેના ડાબા ખભ્ભા પર એક ઉઝરડો થયો હતો. સુશીલે માફીપત્ર અપલોડ કર્યાં બાદ, દલીપ સિંઘે તેને પૂછ્યું કે જો તે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાવા માંગતો હોય તો રાત્રિદરમ્યાન તે તેની સુરક્ષા પૂરી પાડશે. સુરક્ષા અધિકારીએ કહ્યું કે તેણે તેના વિરુદ્ધ કોઈ હિંસા કે ઈજા થઇ હોય તે બાબતે પણ સુશીલને પૂછ્યું હતું. સુશીલે કહ્યું હતું કે બરાબર છે.

એ.એસ.એ.વિદ્યાર્થીઓ તેઓના ડોરમેટરી રૂમોમાં પાછા ફરી ગયા હતા અને સુશીલ તેના ભાઈ, વિષ્ણુની રાહ જોઈ રહ્યો હતો, જે થોડીક ક્ષણો બાદ એક કારમાં આવ્યો હતો અને તેઓ બંને ત્યાંથી હંકારી ગયા હતા. આ બધું એક કલાકમાં જ બની ગયું હતું. સુશીલે પછીથી પોતાની કોમેન્ટ ભૂંસી નાખી હતી અને એ .એસ.એ.ના વિદ્યાર્થીઓના ભયને કારણે પોતાની ફેસબુક પ્રોફાઈલ થોડા સમય માટે બિન- કાર્યરત કરી નાખી હતી. તેનું ફેસબુક પેઈજ ૩ ઓગસ્ટ વચ્ચેની કોઈપણ જાહેર પોસ્ટ દર્શાવતું ન હતું, જે તેણે છેલ્લે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિન્દુઓની હત્યાઓની સરખામણી પોસ્ટ કરી હતી અને ૧૫ ઓગસ્ટ કે જ્યારે દેશના આઝાદી દિવસ ઉજવણીની એ.બી.વી.પી.ની રેલી સાથે પોતાનો કલર ફોટો અપડેટ કર્યો હતો.

૪ ઓગસ્ટની સવારમાં, એ.એસ.એ.ના ૧૦ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા પૂછપરછ માટે લઇ જવાયા હતા. સુશીલ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો અને હિંસા ફેલાવવા તથા ધાકધમકી કરવા બદલ એ.એસ.એ.ના ૬ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસને કહ્યું હતું. આ ૬ વ્યક્તિઓના નામ આગળ જતા પ્રોકટોરીયલ બોર્ડને આપવામાં આવેલી જુબાનીમાં પણ તેણે કહ્યા હતા. ૭ ઓગસ્ટના, હોસ્પિટલમાં તેના પર એપન્ડીસાઈટીસનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. રોહિતના મૃત્યુ બાદ સુશીલે મીડિયા સાથે શેર કરતા તે અંગે માહિતી આપી હતી કે તેનું નિદાન ‘બ્લન્ટ ટ્રોમા એબ્ડોમેન વીશ-એક્યુટ એપેન્ડીસાઈટીસ” થયું હતું અને તે દાવો કરે છે કે તે એ.એસ.એના વિદ્યાર્થીઓના માર મારવાથી જ બન્યું હતું. (ક્રમશઃ)

Related posts
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.