(એજન્સી) મુંબઈ, તા.ર૦
પારસી ભોજનના શોખીનો માટે આ નાનકડું ચા અને નાસ્તાનું રેસ્ટોરન્ટ એટલો બધું જાણીતી બન્યું કે યેઝદી મોટરસાયકલ માટેનું આ ગેરેજ પારસી ફૂડના શોખીનોથી ઊભરાવા લાગ્યું અને એમની પરંપરાગત પારસી વાનગીઓની ડિશ એટલી બધી લોકપ્રિય થઈ ગઈ અને ચાહના એટલી પ્રસરી કે તાતા ગ્રુપનું પણ ધ્યાન ખેંચાયું. જ્યારથી તાતા ગ્રુપના સદ્ગત નિવૃત્ત ચેરમેન રતન તાતા જેવી થતા ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ ગેરેજના માલિક પરવેઝ પટેલની પારસી વાનગીઓનો અચૂક સ્વાદ માણતા હતા. વાનગીઓની સાથે સાથે એ બનાવનારાથી તેઓ એટલે કે રતન તાતા ખૂબ જ પ્રભાવિત થયા હતા. એટલે જમશેદપુરમાં તાતા સ્ટીલના કાર્યક્રમ હોય એટલે અચૂક જમવાનું તૈયાર કરવા માટે પરવેઝ પટેલને જ બોલાવવામાં આવતા હતા અને ત્યારથી તેઓ ઉદ્યોગપતિ રતન તાતાના માનીતા શેફ બની ગયા.
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા આ વિખ્યાત રસોઈયાની ગેરેજ કમ રેસ્ટોરન્ટમાંથી સફર શરૂ થઈ અને ખૂબ જ વિખ્યાત પારસી શેફ બન્યા એ એમની જીવન કથા લોકો માટે પ્રેરણારૂપ છે. પારસી વાનગીઓ બનાવવામાં એમની હથોટી અને એમની કાબેલિયતને પગલે સ્વાદ આ જગતમાં એમનું એક પ્રભાવશાળી સ્થાન બની ગયું. રતન તાતા ખુદ એમને ત્યાંથી સવાર-સવારમાં પારસી વાનગીઓ મંગાવતા હતા અને તાતાનો ડ્રાઇવર ખાસ એ વાનગીઓ લેવા માટે આવતો હતો. એમનું ગેરેજ કમ રેસ્ટોરન્ટ તાતા ગ્રુપના વડા મથકથી બહુ દૂર નહોતું. પહેલી વખત જમશેદપુરમાં જ રતન તાતા સાથે એમની મુલાકાત થઈ હતી. તાતા કદી તેમના રેસ્ટોરન્ટ સુધી આવ્યા નહોતા પણ પારસી વાનગીઓ જે એમને ખૂબ જ ગમતી હતી એ ખટ્ટા મીઠા મસુર દાલ, બેરી પુલાવ, લગાનનું દહીં સહિતની વાનગીઓ લેવા માટે એમનો ડ્રાઇવર અચૂક આવતો હતો. આ અનોખો સંબંધ ૧૦ વર્ષ સુધી ચાલ્યો હતો. પરવેઝ પટેલ કહે છે કે હું રતન તાતાને બહુ ઓછો મળ્યો છું પણ એમના માનવતાવાદી સ્વભાવથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું હું જ્યારે કોઈ કાર્યક્રમમાં એટલે કે તાતાના કાર્યક્રમમાં કેટરિંગ કરતો અને એમને જોઈને હું પારસી એમને સાહેબજી કહીને બોલાવતો અને તેઓ હસીને જવાબ આપતા અને હું કહેતો કે જમવા આવજો જી આ પારસી ગુજરાતી આમંત્રણની શૈલી છે અને તેઓ માત્ર હસીને આગળ વધી જતા. પરંતુ તેમનો ડ્રાઇવર અચૂક પણે પારસી વાનગીઓ લેવા માટે મારા રેસ્ટોરન્ટ સુધી આવતો હતો તેના પરથી એ સ્પષ્ટ બન્યું હતું કે તેઓ રતન તાતાના માનીતા શેફ બની ગયા હતા. હોટેલ ઉદ્યોગનું આકર્ષણ હોવાથી પરવેઝ પટેલમાં પણ બે મહિનાનો અભ્યાસક્રમ કરવા માટે જોડાયા હતા અને ઓબેરોય હોટેલમાં એમને નોકરી પણ મળી ગઈ હતી ત્યારથી એમની સ્વાદની સફર શરૂ થઈ હતી. બોલિવૂડના જાણીતા કલાકાર બોમન ઈરાનીના પત્ની શ્રીમતી ગુલચેર બી. સાથે તેઓ જોડાયા હતા અને આ ગેરેજને રેસ્ટોરન્ટ બનાવી આઈડિયલ કોર્નર નામ અપાયું હતું જે આજે મુંબઈનું પારસી ભોજનનું અનુકૂળ સ્થાન અને લોકપ્રિય હબ ગણાય છે.