Gujarat

એપાર્ટમેન્ટના ત્રણ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના સરથાણા પાસે આવેલ શ્યામ પેલેસ એપાર્ટમેન્ટના ત્રણ મકાનમાં ગત તા.૧૭-૧૧-૨૦૧૮ના રોજ રાત્રીના સુમારે તસ્કરોએ તાળુ તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા.પ.૩૬ લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી નાસી છૂટ્યા હતા બનાવમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી અમુક મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અન્ય બે શખ્સો પણ આ ચોરીમાં સામેલ હોવાનું આરોપીએ જણાવ્યું હતું.
આજરોજ પો.કો. મહાવીરસિંહ રણજીતસિંહ તથા પો.કો. યોગેન્દ્રસિંહ દિલુભા મળેલ બાતમી આધારે પ્રમુખ પાર્ક સોસાયટી છાપરા ભાઠા રોડ, અમરોલી પાસેથી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપી પંખબહાદુર ઉર્ફે પવન હંસબહાદુર સાહી ઉ.વ.૩૫ રહે. ભગતનગર, અમરોલી ચાર રસ્તા પાસે, મૂળ રહે. માલકોટ, જિ. કાલીકોટ નેપાલને ચોરીમાં મળેલ ચાંદીની વીંટી તથા રોકડા રૂા.૫૦૦૦ તથા ઘરફોડ કરવાના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેના ગામના બીજા બે આરોપીઓ જસ બહાદુર તથા હિમ્મત છેલ્લા ઘણાં સમયથી ભારત દેશમાં અલગ-અલગ જગ્યાએ રહે છે અને સમયાંતરે ચોરી કરી નેપાલ આવતા હોય છે. થોડા સમય અગાઉ નેપાલમાં બંને આરોપી તેને મળેલ અને જણાવેલ કે સુરત ખાતે રહેતા તેના મિત્ર દિપક પંડીત એક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. જ્યાં દિવાળીની રજામાં ઘણાં બધા મકાન માલિકો પોતાના વતન જાય છે. જેથી ત્યાં ઘણાં બધા બંધ મકાન હોય ત્યાં ચોરી કરવાથી સારા રૂપિયા મળશે. તેમ જણાવતા તેઓ બંને મુંબઇ ગયા અને ત્યાંથી સુરત આવ્યા બાદ તેઓને ફોન કરી નેપાલથી બોલાવેલ અને પોતે નેપાલથી મુંબઈ અને ત્યાંથી સુરત આવ્યા હતા. સુરત ખાતે જ્યાં ચોરી કરવાની હતી ત્યાં બે દિવસ પહેલા મને દિપક પંડીતે વોચમેન તરીકે રખાવેલ અને પોતે રાત્રિ દરમ્યાન રેકી કરી બંધ મકાનની માહિતી આપેલ અને સહ આરોપી જસ બહાદુર, હિમ્મત, ટેગ બહાદુર તથા પોતે રાત્રિના સમયે ગયા હતા અને બંધ મકાનના તાળા તોડી ચોરી કરી પકડાઈ ન જઈએ તે હેતુથી ડીવીઆર લઈ ત્યાંથી ભાગી ગયા હોવાની હકીકત જણાવી હતી પોતાને બીજી જગ્યાએ નોકરીએ રાખી દેશે તેમ જણાવી જસ બહાદુર તથા હિમ્મત ચોરીમાં મળેલ તમામ દાગીના લઈ નેપાલ ચાલ્યા ગયા બાદ રૂપિયા મળ્યેથી ભાગ આપવાનું જણાવી ખર્ચા પેટે રૂા.૭,૦૦૦ રોકડા રૂપિયા તથા ચાંદીની વીંટી આપેલ હોવાની હકીકત જણાવી હતી. સરથાણા પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ ઈપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.