તાજેતરમાં જ બહાર પડાયેલી PLI યોજના અંતર્ગત અનેક જાહેરાતો કરાઈ
ઓટો, ઓટો કમ્પોનન્ટ, ડ્રોન ઉદ્યોગ માટે PLI યોજના શરૂ કરવામાં આવી, આ ત્રણ ક્ષેત્રો માટે જોગવાઈ કરાઈ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની નવી પીએલઆઈ યોજનાને લીલીઝંડી આપી દીધી છે જેમાં ઈલેક્ટ્રીક વાહનો અને હાઈડ્રોજન ઈંધણના વાહનોનું ઉત્પાદન વધારવાનું સામેલ છે. સરકારી અંદાજ મુજબ પીએલઆઈ યોજના હેઠળ ઓટો સેક્ટરમાં ૭.૫ લાખ નવી નોકરીઓનું સર્જન થશે.ગયા વર્ષે સરકારે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ ક્ષેત્ર માટે પાંચ વર્ષની સમયમર્યાદાવાળી ૫૭,૦૪૩ કરોડ રૂપિયાની યોજના જાહેર કરી હતી. કેબિનેટે આ યોજનાને ઘટાડી ૨૫,૯૩૮ કરોડની કરી છે જેમાં હાઈડ્રોજન ઈંધણના વાહનો અને ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન પર ધ્યાન આપવાનું નક્કી કરાયું છે. સરકાર જાહેર કરેલી યોજનામાંથી ૨૫,૯૩૮ કરોડ રૂપિયા ઓટો મોબાઈલ સેક્ટરને આપવામાં આવશે. જ્યારે ૧૨૦ કરોડ ડ્રોન ઈન્ડસ્ટ્રીને આપવામાં આવશે. કેબિનેટ મંત્રી વૈષ્ણવ અને અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કેબિનેટના આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં સરકારી અનુમાન મુજબ ૭.૫ લાખ લોકોને નોકરીઓ મળશે. તેનાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે, તેનાથી ઓટો સેક્ટરમાં આગામી પાંચ વર્ષમાં ૪૭,૫૦૦ કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે. કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે પણ રાહત પેકેજની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં ૯ મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર થયા છે. છય્ઇની પરિભાષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. છય્ઇમાં પહેલાં ઘણા વધુ એવા વ્યાજને ઓછા કરીને ૨ ટકા વાર્ષિક કરવામાં આવ્યા છે. આ સિવાય તેની પર લાગતી પેનલ્ટીને ખત્મ કરવામાં આવી છે. તેનાથી ટેલિકોમ કંપનીઓની મોટી રાહત મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં ૯ મોટા સંરચનાત્મક સુધારા કરવામાં આવી રહ્યાં છે. છય્ઇની પરિભાષાને બદલતા તેને બિન ટેલિકોમ રેવન્યુમાંથી બહાર કરવામાં આવશે. આ સિવાય ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા હ્લડ્ઢૈંને મંજૂરી આપવામાં આવી છે. તમામ ફોર્મ વેઅરહાઉસિસમાં છે, તે ડિજિટલાઈઝડ હશે. સીમ લેતી વખતે જેટલા કાગળ આપવા પડતા હતા તે વેઅરહાઉસમાં હતા. તેને ડિજિટલાઈઝ્ડ કરવામાં આવશે. દ્ભરૂઝ્ર હવે સંપૂર્ણ રીતે ઓનલાઈન થશે. સિમ લેવું કે પોસ્ટપેડથી પ્રીપેડ કરવા જેવા તમામ કામો માટે હવે કોઈ ફોર્મ ભરવું પડશે નહીં, તેના માટે ડિજિટલ કેવાયસી માન્ય હશે. વૈષ્ણવે જણાવ્યું કે, ટેલિકોમ સેક્ટરને તમામ બાકીની રકમ ચૂકવવા માટે ચાર વર્ષનું મોરેટોરિયમ આપવામાં આવશે. એટલે કે તે પોતાની બાકી ચૂકવવાની રકમ માટે ચાર વર્ષ લઈ શકે છે. જો કે, તેમણે આ દરમિયાન વ્યાજ આપવું પડશે. આ વ્યવસ્થા અગાઉની ડેટમાં નહીં પરંતુ હવેથી લાગુ થશે. ટાવર સેટઅપ કરવાની પ્રોસેસમાં ઘણા વિભાગોનું એપ્રૂવલ લેવુ પડતું હતું. હવે સેલ્ફ એપ્રુવલથી કામ ચાલી જશે. હવે એક જ પોર્ટલ ર્ડ્ઢં્ પરથી એપ્રૂવલ મળી જશે. લાઈસન્સ રાજ આજથી ખત્મ કરવામાં આવ્યું છે.
પીએલઆઈ સ્કીમનો ફાયદો માત્ર એ જ કંપનીઓને મળશે, જે રેવન્યુ અને રોકાણકારોની શરતોનું પાલન કરશે. ફોર વ્હીલર કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે ટૂ અને થ્રી વ્હીલર માટે ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પીએલઆઈ યોજના અનુસાર, સરકાર કંપનીઓને વધારાનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપશે. સરકારનો હેતુ તેમને વધુ નિકાસ કરવા પ્રોત્સાહન આપવાનો છે. પીએલઆઈ સ્કીમનો હેતુ દેશમાં કોમ્પિટિશનના માહોલને જાળવી રાખવા રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનો છે.