Gujarat

ઓપરેશન કલીનઅપમાં અધિકારીઓને ધમકી આપતાં ઉદ્યોગપતિઓ

અંકલેશ્વર, તા. ૧૮
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં ચાલતા “ઓપરેશન કલીનઅપ” ના નામે ભૂતિયા કનેકસનો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને તે ઉચ્ચ સ્તરે લેવાયેલ નિર્ણયો ના ભાગ રૂપે અમલવારી થઇ રહી છે. જેમાં ઘણી બધી સફળતા હાથ લાગી છે. અને વર્ષો થી ચાલતા ગેરકાયદેસર ના ખોટા અને ભૂતિયા કનેકસનો શોધી કઢાયા છે. જેમાં ય્ઈસ્ૈં. ય્ઁઝ્રમ્. અને દ્ગઝ્ર્‌ ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ ના અધિકારીઓ આ કાર્યવાહી હાથ ધરે છે.હજુ ઘણા બધા વિસ્તારમાં આ કાર્યવાહી કરવાની બાકી છે. અને આ સારી કામગીરી ને બીરદાવવાને ને બદલે કેટલાક ઉદ્યોગપતિઓ આ કામગીરી માં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કરી રહયા છે. અને કામગીરી કરી રહેલ અધિકારીઓ ને ધમકીઓ આપવાના કિસ્સાઓ બન્યા છે. જે દુઃખદ છે. અને ગાંધીનગર માં ઉચ્ચ અધિકારીઓ ને આ બાબત ની જાણકારી પહોંચાડવા માં આવેલ છે. જેની ગંભીર નોંધ લેવામાં આવી છે.વધુ ને વધુ નફો કમાવવાની લાલચ માં પર્યાવરણ ને ગંભીર નુકશાન પોહચડતા આવેલ આ ઉદ્યોગપતિઓ ને આ કાર્યવાહી તેમના માટે આર્થિક નુકસાન થતું દેખાય છે. જેથી તેઓ સરકારી આદેશો નો અમલ કરતા આ કર્મચારીઓ.અધિકારીઓ ને ધાક ધમકી આપી આ કામગીરી ને રોકવા ની પ્રભાવિત કરવાના નિષફળ પ્રયાસો વખોડવા લાયક છે. અને ઔદ્યોગિક એસોસિએશને આવાં કિસ્સાઓ માં નિષ્પક્ષ ભૂમિકા ભજવવી જોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.