Sports

ઓસી.થી પરત ફરેલ ન્યૂઝીલેન્ડ ટીમ ૧૪ દિવસ આઇસોલેશન હેઠળ રહેશે

વેલિંગ્ટન,તા.૧૯
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફરેલી ન્યૂઝીલેન્ડની ટીમને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવારે આ માહિતી આપી હતી. કિવિ ટીમ ત્રણ વનડે મેચની ચેપલ-હેડલી શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તે પ્રથમ મેચમાં હાર્યું હતું. બાકીની બે મેચ રદ કરવામાં આવી હતી. ટીમને કોરોનાવાયરસને કારણે ઘરે પરત જવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ટીમ વેલિંગ્ટન પહોંચી ત્યારે, બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવારે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફરતા તમામ ૧૫ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.” ટીમ રવિવારે સિડનીથી વેલિંગ્ટન આવી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પીઆરઓ રિચાર્ડ બ્રૂકે કહ્યું,” હા, તે વાત સાચી છે કે અમારી ટીમના તમામ ૧૫ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા છે અને બાકીના સપોર્ટ સ્ટાફને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દેશ પરત ફરતાં, અમે ટીમને અને સપોર્ટ સ્ટાફને તેની જાણ કરી. તેમને નિયમોનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. વડા પ્રધાને આ સંદર્ભમાં આદેશો જારી કરી દીધા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.