Site icon Gujarat Today

કચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે : ૧૪ લાખથી વધુ મતદારો નોંધાયા

(સંવાદદાતા દ્વારા) ભૂઝ, તા.૧ર
કચ્છ જિલ્લાની લોકસભા બેઠક માટે આગામી તા.ર૩/૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે કચ્છમાં કુલ ૧૪,૬૭,૧૮૭, મતદારો નોંધાયેલા છે.
કચ્છ લોકસભા બેઠકની વિગતો આપતા કચ્છ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્પા મોહને જણાવ્યું કે, કચ્છ માટે પૂરતા ઈવીએમ આવી ગયા છે. કચ્છમાં ૧૮૪૬ મતદાન મથકો ચૂંટણીપંચ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. કુલ ર૧ નોડલ ઓફિરની નિમણૂંક કરવામાં આવી છે. કચ્છ જિલ્લા માટે ૦ર૮૩ર૧૯પ૦ નંબરનો ટોલ ફ્રી નંબર કન્ટ્રોલ રૂમમાં શરૂ કરવામાં આવ્યા છે. જે નંબરથી લોકો માહિતી મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, કચ્છમાં ૩૦ મતદાન મથકો રાખી મતદાન મથકો તરીકે નક્કી કરવામાં આવ્યા છે. જેમાં તમામ પોલિંગ સ્ટાફથી માંડીને સિક્યુરિટી સહિત તમામ સ્ટાફ મહિલા હશે.

Exit mobile version