(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે વરેલી હરીપુરા વચ્ચેથી પસાર થતી ખાડીમાં શાઈ દર્શન સોસાયટીના પાછળના ભાગે અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં કરતાં કડોદરા પોલીસ સ્ટાફના માણસો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા પરંતુ ખાડીમાં જોયા બાદ કડોદરા પોલીસ આ હદ અમારી નથી એમ કહી ત્યાંથી જતી રહી હતી. જે જગ્યાએ છે તે કામરેજ પોલીસ સ્ટેશનની હદ છે એમ કહી ત્યાંથી નીકળી ગયા બાદ રાત્રીના ૧૦ : ૦૦ વાગ્યા સુધી કામરેજ પોલીસ પણ ઘટના સ્થળે આવી ન હોતી હવે આ હદ કોની છે એ વિવાદમાં મુદ્દે નો મુદ્દો બની ગયો હતો અને પોલીસ માનવતા ભૂલી હતી અને લાશ ખાડીમાંથી બહાર નીકળી ના હતી. આ ગંભીર બેદરકારી પાછળ કયા પોલીસ અધિકારી કે કર્મચારી જવાબદાર છે તે બાબતે જિલ્લા પોલીસ વડા મનોમંથન કરે એ જરૂરી બન્યું છે. ગંભીર ગુના કે અકસ્માતની ઘટનામાં ઘણીવાર હદ બાબતે બે પોલીસ સ્ટેશન વચ્ચે ખેંચતાણ ચાલે છે પરંતુ ઉચ્ચ અધિકારી નિરાકરણ લાવી દેતા હોય છે પરંતુ હવે પોલીસ અધિકારીઓને આ બાબતની ગંભીર નથી એવું જ સુરત જિલ્લામાં પ્રતિત થઈ રહ્યું છે જેના પરિણામે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ વરેલી હરીપુરા વચ્ચે ખાડીમાં હોવાની જાણ પોલીસને કરી હોવા છતાં ખાડીમાંથી બહાર નીકળ્યો ન હતો આ ઘટનાની હકીકત એવી છે કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વરેલી અને હરીપુરા વચ્ચેની ખાઈમાં સાઈ દર્શન સોસાયટીના પાછળના ભાગે ખાડીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ હોવાની જાણ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કરી હતી. ઘટનાની જાણ થતા કડોદરા પોલીસ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાની આસપાસ કડોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ સ્થળ ઉપર તપાસ આ મૃતદેહ કડોદરા નહીં પરંતુ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ રાત્રીના દશ વાગ્યા સુધી કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ન હતી અને લડાઈમાં ખાડીમાંથી મૃતદેહ બહાર નીકળ્યો પણ ન હતો અને કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા પણ નહોતા. જિલ્લા પોલીસ વડા મુનિયા રાજમાં પોલીસ આટલી ગંભીર બેદરકારી દાખવે એ ચર્ચાનો વિષય બન્યો છે.