Ahmedabad

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં હેર સલૂન, પાનના ગલ્લા, હોમ ડિલિવરી માટે રેસ્ટોરન્ટોને છૂટ

અમદાવાદ, તા.૧૮
તા.૩૧ મે સુધી લોકડાઉન લંબાવાયું છે ત્યારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર કેટલીક છૂટછાટો આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં હેર સલૂન, પાનના ગલ્લા અને એસટી બસ સેવા શરૂ કરાશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮થી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. નાગરિકોને માસ્ક સરળતાથી મળે તે માટે એન-૯પ અને ત્રિપલ લેઅર માસ્ક રાજ્યમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી ભાવે મળશે. વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા ૫૪ દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ આપણે બધા એક થઈને કોરોના સામે લડી રહ્યા છે. આપણે લોકડાઉનમાં સારો સહકાર આપ્યો, લોકોને તકલીફ પડી છતાં પણ પોતાનો સહકાર આપ્યો. તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો, નર્સો, કોર્પોરેશનનાં સફાઈકર્મી, પોલીસકર્મીએ બધાએ પોતાની જાતની પરવાહ કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. હું તમામને અભિનંદન અને ધન્યવાદ આપું છું. સરકારી લોકો સંવેદનશીલ નથી તેને માન્યતાને ખોટી ગણાવી બધાએ સુંદર કામ કર્યું. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉનમાં છૂટછાટ અંગેના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહી, અને જે વ્યવસ્થા ચાલુ હશે તે જ ચાલુ રહેશે. અને આગામી સમયમાં કેસોના આધારે તેનો રિવ્યુ કરાશે. સવારે ૮- બપોરે ૩ સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ રહેશે. આરોગ્ય સેવાની પણ છૂટ રહેશે. અને નોન કન્ટેઈમેન્ટ વિસ્તારમાં સવારના ૮થી બપોરના ૪ સુધી દુકાનો ખોલવાની છૂટ અપાશે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે સાંજે ૭-સવારના ૭ સુધી નાઈટ કરફ્યુનો અમલ કરાશે. બંને વિસ્તારોમાં શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ બંધ રહેશે. જીમ, સ્વિમિંગ પુલ, બગીચા, થિયેટર, કે જાહેર કાર્યક્રમો બંધ રહેશે. સિટી બસ સેવા, ખાનગી બસ સેવા કન્ટેઈમેન્ટ વિસ્તારમાં મંજૂરી નથી. કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. બીજા તબક્કામાં આ બે શહેર અંગે નિર્ણય લેવામાં આવશે. એક રિક્ષામાં વધુમાં વધુ ૨ પેસેન્જર બેસાડવામાં આવશે. માર્કેટ એરિયા, શોપિંગ કોમ્પલેક્ષમાં છૂટ આપવામાં આવશે. ઓડ અને ઈવન પ્રમાણે વારાફરતી ખોલવાની રહેશે. ૫૦ ટકા એક દિવસે અને ૫૦ ટકા બીજા દિવસે ખુલી રહેશે. અને દુકાનમાં ૫થી વધારે ગ્રાહકો ન હોવા જોઈએ. કન્ટેઈન્મેન્ટ ઝોનના મજૂરો અને કર્મચારીઓને બહાર કામ માટે જવા દેવામાં નહીં આવે. અમદાવાદમાં પશ્વિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ, દુકાનો અને ઓફિસો ચાલુ કરવામાં આવશે. સ્થાનિક સત્તાવાળા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં છૂટ મળશે નહીં. બીજા તબક્કામાં વિચાર કરીશું. સમગ્ર ગુજરાતમાં એસટી બસ શરૂ થશે. અમદાવાદમાં એસટી બસને પ્રવેશ અપાશે નહી. લગ્ન સમારોહમાં ૫૦થી વધુ વ્યક્તિને મંજરી અપાશે નહી. મૃતકના અંતિમ સંસ્કારમાં ૨૦ વ્યક્તિને મંજૂરી અપાશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર દુકાનોને છૂટ આપે છે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર પાન મસાલાની પણ છૂટ અપાશે. પણ દુકાન પર ટોળા ન થવા જોઈએ. વસ્તુ લઇને ફટાફટ નીકળી જાય તે મંજૂરી આપશે. વાળંદની દુકાનો બ્યુટીપાર્લર અને સલૂનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. કેબ અને ટેક્સીની સર્વિસ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ડ્રાઈવર અને પ્લસ બે વ્યક્તિની છૂટ આપવામાં આવે છે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં કેબ ટેક્સી બંધ રાખવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર હોટેલોને હોમ ડિલિવરીની મંજૂરી અપાશે. તેમના હેલ્થ કાર્ડ સાથે જ હોમ ડિલિવરી કરવામાં આવશે. રાજ્યમાં સિટી લિમિટ બહાર હાઈવે ઉપર ધાબા અને રેસ્ટોરન્ટને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે છૂટ આપવામાં આવે છે. ૩૩ ટકા કર્મચારીઓની ઓફિસો કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ઓફિસ ખોલવાની છૂટ આપવામાં આવશે. પૂર્વ અમદાવાદમાં આ છૂટ નહીં અપાય. તમામ ગેરેજ, વર્કશોપને ચાલુ કરી શકાશે. ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર પ્લસ ૨ વ્યક્તિ અવરજવર કરશે. સુરતમાં ટેક્સટાઈલને છૂટ આપવામાં આવે છે. ટેક્ષટાઈલ માર્કેટ ઓડ – ઈવન પદ્ધતિથી ખુલશે. અને સિટી અને બહાર બંને ચાલુ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનને છૂટ આપવામાં આવશે. મંગળવારથી આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ૨૦૦ રૂપિયાનો દંડ માસ્ક ન પહેરનાર અને થૂંકનારને થશે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલા મહત્ત્વના નિર્ણયો

• અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે
• નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે
• અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે
• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે
• ૩૩ ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે
• કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં
• સવારના ૮થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
• બંને ઝોનમાં શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.
• અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
• લગ્નમાં ૫૦ લોકોને જવાની મંજૂરી અને મરણમાં ૨૦ લોકોની હાજરીને મંજૂરી
• હીરાના કારખાના, લુમ્સના કારખાના ૫૦ ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસો અને કેબ સેવા બંધ રહેશે

અમદાવાદ, તા.૧૮
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
• કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે
• સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે
• ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યૂનો કડક અમલ કરાશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહીં
• આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ કલાસ, જિમ, સ્વીમીગ પૂલ, બાગ-બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે-સંક્રમણ ન રહે
• હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી
• આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે ક્વોરન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે
• અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે
• બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે
• એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે
• માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે
• એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે
• દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાંચ કરતા વધુ ગ્રાહકો રહી શકશે નહીં
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહીં
• સાબરમતી નદીની પશ્ચિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે
• અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી
• સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહીં
• લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે
• કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવેને મંજૂરી આપવામાં આવશે
• વાળંદની દુકાનો-બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે
• કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે
• પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે
• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડિલિવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલિવરી માટે જનારા વ્યક્તિનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે
• રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે
• ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે
• પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે
• તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે
• પ્રાયવેટ કાર અને ટુ-વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે
• ટુ-વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર-વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર-જવર કરી શકશે
• સુરતમાં ઓડ-ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે
• ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે
• સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્‌સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે
• આ સૂચનાઓ-ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે
• આ બધી જ સૂચનાઓ સાથો સાથે સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહીં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે