પાલેજ, તા.ર૭
કરજણ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અંગેની પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વાલમ તાલુકો વિસનગર જિલ્લો. મહેસાણાના ખેડૂત ભોગીલાલ પટેલ હાલ રહેવાસી મુંબઈની વલણ તાલુકો કરજણ ગામે આવેલી ખેતીની જમીન આવેલી છે તેઓના નામનો બોગસ આધાર કાર્ડ બનાવી કારસો રચી ખેતીની જમીન બારોબાર વેચી મારવાની પેરવી કરનાર ૮ ઈસમો સામે કરજણ પોલીસમાં ખેડૂતે ફરિયાદ આપતાં ચકચાર મચી જવા પામી છે. વલણ તા.કરજણ ગામની સીમમાં આવેલ ખાતા ૧૧૨૫ જેનો બ્લોક સર્વે નંબર ૧૮૧૨/૧૮૧૫/૧૮૧૬/૧૮૨૧/૧૮૨૨/૧૮૨૪/૧૮૨૫/૧૮૩૧/૧૮૩૬/૧૮૩૯/૧૮૪૦/૧૮૪૧/૧૮૪૩/૧૮૪૪/૧૮૪૫/૧૮૪૭/૧૮૪૮/૧૮૪૯/૧૮૬૬/૧૮૬૭/૧૮૬૮/૧૮૭૧/૧૮૭૨ વાળી જમીનનું વેચાણ કરવાના ઈરાદે પૂર્વયોજિત કાવતરૂં રચી બોગસ અને બનાવટી આધાર કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બાનાખત તૈયાર કરી વેચી મારવાની પેરવી કરનાર (૧) જીગીસ અંબાલાલ શાહ છ-૬ સમર્પણ પાર્ક સોસાયટી, સોમાતળાવ વડોદરા, (૨) જેમીન પટેલ સરનામું ખબર નથી, (૩) જીલવંતસિંહ ઉર્ફે રાજુભાઈ મહેન્દ્રસિંહ પરમાર (રહે.કરજણ પાણીની ટાંકી પાસે) ઘર નં.૧૬/નવાબજાર કરજણ, (૪) નૂરમહંમદ શેરપુરા તા.જિ.ભરૂચ, (૫) મોહસીન મહેબૂબભાઈ સોલંકી (રહે.વણાકપોર તા.ઝઘડિયા જિ.ભરૂચ, (૬) કલ્પેશભાઈ લક્ષમણભાઈ માછી (રહે.૬૩/શ્રમજીવી સોસાયટી, કપુરાઈ ડભોઈ રોડ વડોદરા), (૭) યોગેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ કરેણા તા.આમોદ.જિ.ભરૂચ, (૮) જેના પૂરા નામ સરનામાની ખબર નથી ની સામે ઠગાઈની ફરિયાદ ખેડૂત ભોગીલાલ લાલજીભાઈ પટેલે કરજણ પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદીના નામનો બોગસ આધાર કાર્ડ બનાવી ફોટોગ્રાફ જીગર અંબાલાલ શાહનાનું લગાડાયાનુ બોગસ બાનાખત કરી વલણ ખેતીની જમીન વેચી મારવાનો કારસો ઘડાયાનું બહાર આવતાં આરોપીઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે.