Gujarat

કરજણ પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં મહિલા સહિત બેનાં મોત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
કરજણ પાસે નેશનલ હાઇવે પર દેથાણ ગામ પાસે આજે સવારે કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યકિતઓનાંં મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ જણાંને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટેમ્પોનું ટાયર ફાટતાં પાછળ આવી રહેલી કાર ટેમ્પામાં અથડાઇ હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા થી ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે પર કરજણ નજીકનાં દેથાણ ગામ પાસે આજે સવારે ટેમ્પો પુરપાટ ઝડપે જઇ રહ્યો હતો. ત્યારે તેનું ટાયર ફાટતાં ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. દરમ્યાન પાછળથી આવી રહેલ કાર ટેમ્પાની પાછળ ધડાકા ભેર ભટકાઇ હતી. આ અકસ્માતમાં બે જણાંનાં મોત નિપજ્યાં હતા. અકસ્માતને પગલે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અકસ્માતને પગલે સ્થળ પર દોડી આવેલા લોકોએ કારમાં ફસાઇ ગયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.