(એજન્સી) તા.૨૮
કરોડો રૂપિયાના પશુપાલન વિભાગના ટેન્ડર મામલે કૌભાંડ આચરનારા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ યુપી પોલીસે બુધવારે લખનઉની એક સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું. ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે અરવિંદ સેનને ૯ ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ગોમતી નગરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્વેતા શ્રીવાસ્તવે આપેલી માહિતી અનુસાર અરવિંદ સેન ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ત્યાંથી તેમને ૯ ફેબ્રુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. માહિતી અનુસાર સચિવાલયમાં પશુપાલન કૌભાંડ થયું હતું. કૌભાંડનો માસ્ટર માઇન્ડ આશિષ રાય નકલી આસિસ્ટન્ટ ડીરેકટર, પશુપાલન વિભાગનું બોર્ડ લગાવી સચિવાલયમાં જ બનાવટી કચેરી બનાવી બેસી ગયો. તેની પાસે નકલી આઇ-કાર્ડ પણ હતું. આ અધિકારીએ પશુપાલન વિભાગના એક નકલી ટેન્ડર મારફત મધ્યપ્રદેશના એક કોન્ટ્રાકટર મનજિત ભાટીયા પાસેથી કટકે-કટકે રૂા.૯ કરોડ ૨૭ લાખ ઉઘરાવી લીધાં. જૂન-૨૦૨૦માં આ કૌભાંડ શરૂ થયું હતું. બાદમાં વેપારી મનજિતે આ મામલામાં હ્લૈંઇ નોંધાવી હતી. આ કૌભાંડમાં સચિવાલય કાર્યાલયના મુખ્ય સચિવ રજનીશ દિક્ષિત, આસિ.એસસેમેન્ટ ઓફિસર ઉમેશ મિશ્રા, અંગત સચિવ ધીરજકુમાર દેવ,રઘુવીર યાદવ તથા ડ્રાઇવર વિજયકુમાર સામેલ હતાં. આ કૌભાંડમાં સસ્પેન્ડ ૈંઁજી અરવિંદ સેન પણ સામેલ હતો તેને સરકારે ભાગેડુ જાહેર કરી તેના પર રૂા.૫૦,૦૦૦નું ઇનામ જાહેર કરેલું, તેણે અંતે અદાલત સમક્ષ સરેન્ડર કર્યું છે. આ આખી ગેંગ કોન્ટ્રાકટરો પાસેથી ફર્જી ટેન્ડર્સના બદલામાં મોટી રકમો એકત્ર કરી લેતાં ઝડપાઇ ગઇ છે. ૈંઁજી સેનની મિલ્કતો પણ ટાંચમાં લેવામાં આવેલી ત્યારબાદ તેણે અદાલતમાં સરેન્ડર કર્યું. મધ્યપ્રદેશના બિઝનેસમેન મનજીત ભાટિયાએ ૧૨ લોકો વિરુદ્ધ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને તેમાં આરોપ મૂક્યો હતો કે તેમની પાસેથી માર્ચ ૨૦૧૭થી ૨૦૧૮ દરમિયાન ઉત્તરપ્રદેશ પશુપાલન વિભાગના નામે ૯.૭૨ કરોડ રૂપિયા પડાવી લેવાયા હતા.