(એજન્સી) બેંગલુરૂ, તા.૨૫
કોપ્પલ જિલ્લાની અદાલતે દલિત સમુદાયની ઝૂંપડીઓને આગ લગાડવા બદલ ૧૦૧ જેટલા લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદો દુર્લભ છે કારણ કે એક સમયે આટલા બધા આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. ઘણાં પીડિત પરિવારના સભ્યો છેલ્લાં દસ વર્ષથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આરોપીઓને તાજેતરમાં જ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા ૨૪ ઓક્ટોબર, ગુરૂવારના રોજ સજાની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે કોર્ટના નિર્ણયની ઘોષણા કરવામાં આવી ત્યારે, દોષિતોના સંબંધીઓ અને પરિવારના સભ્યોએ દુઃખમાં રૂદન કરી રહ્યા હતા, જ્યારે પીડિત પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો. આ મામલો ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ગંગાવતી તાલુકાના મારકુમ્બી ગામમાં જાતિ આધારિત હિંસા સાથે સંબંધિત છે. આરોપીઓએ દલિત સમુદાયના આવાસોને આગ લગાવી દીધી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ૧૧૭ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ૧૦૧ને સજા કરવામાં આવી હતી, જ્યારે ૧૬ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.