Ahmedabad

કાપોદ્રામાં વકફની જમીન વેચી દેનારા ટ્રસ્ટીને રૂા.૧પ લાખ જમા કરાવવાનો આદેશ

અમદાવાદ,તા.૧ર
અંકલેશ્વરના કાપોદ્રા ગામે વકફની જમીનને બારોબાર વેચી મારવાનો મામલો વકફ બોર્ડના ધ્યાને આવતાં વકફ બોર્ડે વકફની જમીનના વેચાણ કરાર રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ વકફ બોર્ડે વકફની જમીન વેચનારા ટ્રસ્ટી પાસેથી વેચાણની રકમ જમા કરાવવા માટે ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન વકફ ટ્રીબ્યુનલે જમીન વેચનારા ટ્રસ્ટીને વેચાણના દસ્તાવેજના આધારે રૂા.૧પ લાખની રકમ બે સપ્તાહમાં વકફ બોર્ડમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. વકફની જમીન હડપ કરનારા અને વકફની જમીન બારોબાર વેચી દેનારા લોકો માટે આ હુકમ લાલબત્તી સમાન છે.
પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં કાપોદ્રા મદ્રસા કરીને બી -પપ૬થી નોંધાયેલા ટ્રસ્ટને આશુબાઈએ ૧.૧૩ એકટ જમીન ભડકોદ્રા ગામે વકફ કરી આપી હતી. ટ્રસ્ટીઓએ આ જમીન ટ્રસ્ટના નામે કરવાને બદલે તેને બારોબાર વેચી નાખી હતી. ટ્રસ્ટના એક ટ્રસ્ટી ઝુબેર સઈદ લુલાત (રહે. કાપોદ્રા)એ આ જમીન વેચાણનો દસ્તાવેજ પણ કર્યો હતો. ત્યારે આ વકફની જમીનના વેચાણ કરારને રદ કરવા માટે ગુજરાત વકફ બોર્ડ સમક્ષ કેટલાક જાગૃત નાગરિકોએ અરજી કરી હતી. ત્યારે વકફ બોર્ડે અધિનિયમ કલમ ૩૩ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરીને વેચાણ કરેલી જમીન વકફની હોવાની ઠરાવી તેનો વેચાણ કરાર રદ કરવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ટ્રસ્ટી ઝુબેર લુલાતે રૂા.૧૩ કરોડમાં વકફની જમીનનું વેચાણ કર્યાનું ટ્રસ્ટના ઠરાવ વગેરે પરથી જાણવા મળ્યું હતું. તેથી વકફ બોર્ડ દ્વારા સૌપ્રથમ રૂા.૧૩ કરોડની રકમ કાર્યવાહી દરમ્યાન ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલમાં જમા કરાવાની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન રેકર્ડ પરથી સાબિત થયું હતું કે ઝુબેર લુલાતે રૂા.૧પ લાખમાં તા.રપ-૧-ર૦૧૬ના રોજ વેચાણ દસ્તાવેજ કર્યો હતો. એટલે ગુજરાત રાજય વકફ ટ્‌્રીબ્યુનલના અધ્યક્ષ વી.એ. દરબાર સભ્ય પ્રો. રિઝવાન કાદરી અને યુ.એ. પટેલે વકફ અપીલ નંબર ૪/ર૦૧૭ના અરજકર્તા ઝુબેર સઈદ લુલાતને બે સપ્તાહમાં રૂા.૧પ લાખ ગુજરાત રાજય વકફ બોર્ડમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વકફ અધિનિયમ ર૦૧૩માં થયેલા સુધારા મુજબ વકફની કોઈ પણ મિલકત સીધેસીધી વેચાણ કરી શકાતી નથી. તેના વિકાસ સહિતના કાર્યો કરતા પહેલાં વકફ બોર્ડની લેખિત પરવાનગી લેવી ફરજિયાત છે. જયારે આ કેસમાં વકફ કરવામાં આવેલી જમીન પીટીઆર અને રેવન્યુ રેકર્ડ પર ચડાવ્યા વિના બારોબાર વેચી મારી હતી. ત્યારે વકફની જમીન પચાવી પાડનારા અને બારોબાર વેચી મારનારા માટે વકફ ટ્રીબ્યુનલનો આ ઉદાહરણરૂપ હુકમ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.