Ahmedabad

કાળઝાળ ગરમીની અડફેટે ચઢયું ગુજરાત : બે દિવસ હિટવેવની આગાહી

અમદાવાદ, તા.૧૯
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના સ્થળોનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહેતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો ખાસ કરીને બપોરના સમયે ૪૩ ડિગ્રી જેટલું ઉંચું તાપમાન રહેતા અમદાવાદ, ગાંધીનગર, ઈડર, સુરત, અમરેલી સહિતના અનેેક શહેરોમાં ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા હતા. જ્યારે ઉત્તર-પૂર્વીય ગરમ પવનોને લીધે આવનાર બે દિવસ રાજ્યના અનેક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચ્યો છે. ખાસ કરીને બપોરના સમયે ધોમધખતા તડકાને કારણે રોડ રસ્તાઓ સૂમસામ થઈ જાયછે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લૂ લાગવાના બનાવો વધ્યાછે. પંખા, એરકુલર અને એસી પણ જાણે આ ગરમી સામે ઠંડા પડી ગયા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. આજે કંડલામાં મહત્તમ તાપમાન ૪ર.૬, ઈડરમાં ૪ર.ર, ગાંધીનગરમાં ૪ર.૦, અમદાવાદ, સુરત અને અમરેલીમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૧, રાજકોટમાં ૪૦.૯, વડોદરામાં ૪૦.૯ અને ડીસામાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધ્યું હતું. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે તબીબો પણ લોકોને ગરમીથી બચવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે ખાસ કામ વગર બહાર જવાનું ટાળવાનું સૂચવી રહ્યા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી રોડ પરનો ડામર પણ ગરમ થઈ પીગળી ઉઠયો હતો. જ્યારે આવનાર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના મોટા શહેરોને કાળઝાળ ગરમી અડફેટે લે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
કંડલા ૪ર.૬ ડિગ્રી
ઈડર ૪ર.ર ડિગ્રી
ગાંધીનગર ૪ર.૦ ડિગ્રી
અમદાવાદ ૪૧.૪ ડિગ્રી
સુરત ૪૧.૪ ડિગ્રી
અમરેલી ૪૧.૪ ડિગ્રી
સુરેન્દ્રનગર ૪૧.૦ ડિગ્રી
રાજકોટ ૪૦.૯ ડિગ્રી
વડોદરા ૪૦.૯ ડિગ્રી
ડીસા ૪૦.૪ ડિગ્રી

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.