(એજન્સી) શોપિયન (કાશ્મીર), તા.૧
પ્રખ્યાત લેખક અરુંધતી રોયનો મોટો ચાહક, દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના પડાપવન ગામનો અકિબ નઝિર, તેના પ્રિય લેખકનું નવું પુસ્તક, આઝાદીઃ ફ્રીડમ.ફાસિઝમ.ફિકશન. ખરીદવા માટે શ્રીનગર જવા રવાના થઈ રહ્યો છે.. ઉત્કૃષ્ટ વાચક, અકિબ (૩૦)ને પુસ્તક મેળવવા કડકડતી ઠંડીમાં શ્રીનગર પહોંચવા માટે ૫૦ કિ.મી.થી વધુનો પ્રવાસ કરવો પડશે.
શોપિયાંના મુખ્ય જિલ્લા બજારમાં આશરે ૨૨ પુસ્તકો અને સ્ટેશનરી સ્ટોર્સ છે, પરંતુ ત્યાં કોઈપણ બિનશૈક્ષણિક પુસ્તકો ઉપલબ્ધ નથી. અકીબની જેમ, શોપિયાંમાં બીજા ઘણા પુસ્તકપ્રેમીઓને આવા પુસ્તકો ખરીદવા માટે અનંતનાગ અથવા શ્રીનગરની યાત્રા કરવી પડે છે. ગણિતના શિક્ષક અને પુસ્તકપ્રેમી રૂહિદ અમીર કહે છે કે શોપિયાંમાં વાંચન સંસ્કૃતિ “આટલી ખરાબ” કેમ છે તેનું આ એક કારણ છે. જો કોઈને કોઈ પુસ્તક વાંચવું છે, તો તેણે રૂ.૪૦૦ નું પુસ્તક ખરીદવા માટે પ્રવાસ પર ૨૨૦ રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. વધુમાં તેમણે આખો દિવસ મુસાફરીમાં પસાર કરવો પડશે.”
નબળા સંસાધનો
જિલ્લામાં ફક્ત એક જ પુસ્તક કાફે હતું અને તે પણ થોડા વર્ષો પહેલા બંધ થઈ ગયું . સરકારી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પણ વાચકોને મદદ કરતી નથી કારણ કે લાઇબ્રેરી સતત એક ભાડાના મકાનથી બીજા મકાનમાં ખસેડવામાં આવે છે.
જો કે, પુસ્તકાલયની સ્થાપના ૧૯૭૨ માં થઈ હતી અને તેના કેટલોગમાં ૧૭૦૦૦ થી વધુ પુસ્તકો છે, તેનું હજી પણ પોતાનું મકાન નથી.
જિલ્લો તેના આતંકવાદી ઉપદ્રવ માટે કુખ્યાત હોવાથી મોટાભાગના સમયે ઇન્ટરનેટ સ્થગિત રહે છે. ઓનલાઇન ઓર્ડર આપવામાં આવતી મોટાભાગની આઇટમ્સ શોપિયાંમાં ડિલિવર કરી શકાતી નથી આ પણ એક કારણ છે.
શૈક્ષણિક પુસ્તકો માટે પસંદગી
વાચકો આક્ષેપ કરે છે કે પુસ્તક અને સ્ટેશનરી માલિકો ફક્ત શૈક્ષણિક પુસ્તકોના વેચાણને જ પસંદ કરે છે કારણ કે વેચાણકર્તાઓ માટે મોટો નફો છે. તેમનો આક્ષેપ છે કે શાળાઓ અને બુકસેલર્સ વચ્ચેનું જોડાણ તેમને માત્ર શૈક્ષણિક પુસ્તકો વેચવાનું કારણ આપે છે.
સ્ટોર માલિકો કહે છે કે એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે જેમને ખરેખર વાંચવાનું પસંદ છે. બાકીનાને ફક્ત ડોક્ટર અને એન્જિનિયર કેવી રીતે બનવું તે શીખવવામાં આવે છે.
બીજા એક પુસ્તક વિક્રેતા શૌકત શિક્ષકોને દોષિત ઠેરવે છે કારણ કે તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી નોટ્સનો સંદર્ભ લે. તેઓ તેમને બિન-શૈક્ષણિક પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરતા નથી. જિલ્લામાં ૫૨૯ સરકારી અને ૫૩ ખાનગી શાળાઓ, એક સરકારી ડિગ્રી કોલેજ, એક પોલિટેકનિક કોલેજ અને એક નર્સિંગ કોલેજ છે.
– રઉફ ફિદા
રઉફ ફિદા શ્રીનગર સ્થિત ઓનલાઇન પોર્ટલ ધ કર્ટન રેઝરના સંપાદક છે.
(સૌ. : ધ વાયર.ઈન)