International

કાશ્મીરી તંત્રીઓ પોતાના સતત મૌન માટે ભયનો બહાના તરીકે ઉપયોગ કરી શકે નહીં

 

(એજન્સી) તા.૧૧
ગઇ સાલ જમ્મુ-કાશ્મીર પુનર્વસન વિધેયક પસાર થયાં બાદ અને બંધારણના અનુચ્છેદ ૩૭૦ને નાબૂદ કર્યા બાદ તેમજ કડક લોકડાઉનના પગલે સામે આવેલી ઘટનાઓ બાદ ખાસ કરીને એવું જણાય છે કે સ્થાનિક પત્રકારત્વ બેશુદ્ધાવસ્થામાં છે. કેટલાક પ્રોફેશનલ્સ લોકોએ સમાચારોને જીવંત રાખવા સંઘર્ષ કર્યો છે અને સંચારબંધી અમલમાં હોવા છતાં માહિતીના પ્રવાહને દબાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં છે, પરંતુ ધાક ધમકીના વિવિધ સ્વરુપના કારણે તેમજ ઓરવેલીયન મીડિયા પોલિસી ૨૦૨૦ લોંચ કરવાના પગલે કાશ્મીર ખીણના અગ્રણી અખબારોએ સમાચાર અહેવાલોને તેમજ પત્રકારત્વના તમામ નૈતિકતાના ધોરણોને દફનાવીને પોતાના પ્રકાશનોને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આમ કાશ્મીરની મીડિયાની કહાણી એક બાજુ પ્રોત્સાહક અને બીજી બાજુ નિરાશાજનક છે. કેટલાકે અલગ ચીલો ચાતરતા પત્રકારત્વને હાથ ધર્યુ છે જ્યારે અન્ય કેટલાકે સરકારના દબાણ સામે ઝૂકી જવાનું શરુ કર્યુ છે. જો કે કાશ્મીરી તંત્રીઓ પોતાના સતત મૌન માટે ભયનો બહાના તરીકે ઉપયોગ કરી શકે નહીં. આમ કાશ્મીર ખીણમાં મીડિયાકર્મીઓ માટે એક પ્રકારની આકરી અગ્નિ કસોટી જેવી સ્થિતિનું ગઇ સાલથી નિર્માણ થયું છે. સ્થાનિક મીડિયા સંગઠનો પર દબાણની વધુ અસર થઇ રહી છે કે જેમણે મોટા ભાગે મૌન ધારણ કરવાનું પસંદ કર્યુ હતું. જાહેરખબર, રેવન્યૂ અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખવા ઉપરાંત બે કાશ્મીર સ્થિત અખબારોના તંત્રીઓની ટેરર ફંડિંગ કેસમાં તપાસના ભાગરુપે એનઆઇએ દ્વારા સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે શરણાગતિ સ્વીકારો અન્યથા નાશ પામો એવો આદેશ થાય છે ત્યારે પસંદગી સરવાઇવલ અને પર્સિક્યુશન વચ્ચે નથી હોતી પરંતુ પસંદગી એક બિઝનેસ સાહસ કે પત્રકારત્વને બચાવવા વચ્ચે હોય છે કે જેને પેમ્ફ્લેટ બનાવી દેવાય નહીં.
(સૌ. : ધ વાયર.ઈન)