International

કુર્આનની આયતોને રિંગટોન તરીકે ઉપયોગ ન કરવાના સઉદી અરબના ફતવાને દારૂલ ઉલુમનું સમર્થન

(એજન્સી) બરેલી, તા.ર૭
સઉદી અરબના મૌલાનાઓએ મોબાઈલ રિંગટોનના રૂપમાં કુર્આન શરીફની આયાતનો ઉપયોગ કરવાને ગેર-ઈસ્લામિક કરાર કીધો છે. સઉદી અરબના આ ફતવાને હવે દેશમાં ઈસ્લામિક મામલાની જાણીતી સંસ્થા દેવબંદે પણ સમર્થન કર્યું છે. દેવબંદ દારૂલ ઉલુમે કહ્યું કે, કુર્આનની આયાતને રિંગટોનના રૂપમાં ઉપયોગ કરવું હરામ છે. દારૂલ ઉલુમના ફતવા સેલના મુફતી આરિફ કાસમીએ જાણીતી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ફોન કરનાર હોઈ શકે કે, રિંગટોન વાગતા સમયે ટોઈલેટમાં હોય. એવામાં કુર્આનની આયાત અથવા તો અઝાનને રિંગટોન અથવા તો કોલરટયુનના રૂપે સાંભળવી પૂરી રીતે ગેરઈસ્લામિક છે. ભલે પછી તે સઉદી અરબ, ભારત કે વિશ્વના કોઈ બીજા ખુણે કેમ ના હોય. ઈસ્લામ દરેક જગ્યાએ એક સમાન છે. જેથી સઉદી અરબમાં જાહેર ફતવા અહીંયા પણ મહત્ત્વપૂર્ણ છે. આવું પ્રથમવાર નથી જ્યારે ઈસ્લામિક વિદ્ધાનોએ મોબાઈલ ફોનમાં કુર્આનની આયાતોને રિંગટોનના રૂપમાં ઉપયોગ કરવા વિરૂદ્ધ ફતવો જારી કર્યો હતો. વર્ષ ર૦૦૯માં કાનપુરની જામિયા અશરફ-ઉલ-મદારિસના મૌલાનાઓએ પણ આ મુજબનો ફતવો જારી કર્યો હતો. કાસમીએ આ સંબંધમાં આગળ કહ્યું કે જો કોઈ વ્યક્તિ ટોઈલેટમાં છે અને ફોન વાગવા પર કુર્આનની આયાત સાંભળે છે તો આ હરામ થશે. આની પહેલાં મોટાભાગના લોકો આયાત પૂરી થયા પહેલાં ફોન રિસીવ કરી લે છે. આયાત પૂરી ન થવાને કારણે જ આ ગેરઈસ્લામિક છે અને તેનો અર્થ પણ બદલાઈ જાય છે. તેમણે કહ્યું કે, કાસમીએ કહ્યું કે મને કોઈએ પૂછયું કે ડોર બેલના રૂપમાં હિન્દુ ભજન અને શ્લોકોનો ઉપયોગ કરે છે. ઈસ્લામમાં કેમ નથી કરતા ? મેં જવાબ આપ્યો કે હું બીજા ધર્મ વિશે કંઈ ટિપ્પણી નથી કરવા માંગતો પણ ઈસ્લામ મુજબ આ પૂરી રીતે હરામ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.