Sports

કૅન્સલ થયેલા એશિયા કપ વિશે PCB હજુય અજાણ

નવી દિલ્હી, તા. ૧૧
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જ્યારે કહ્યું કે, એશિયા કપ ૨૦૨૦ રદ કરવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનનું કહેવું છે કે, અમે આના વિશે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાસેથી કોઈ સમાચાર સાંભળ્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ ટી૨૦ મોકૂફ કર્યાના સંદર્ભમાં એસીસી પાસેથી કોઈ સમાચાર મળ્યા નથી.’ સામા પક્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ અહેસાન મણિનું કહેવું છે કે, ‘અમે એશિયા કપના સંદર્ભમાં હજી પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.