Sports

કેનેડાની જુનિયર હોકી ટીમની બસ ટ્રેલર સાથે અથડાઈ : ૧૪નાં મોત

લોસ એલિલ્સ, તા.૭
કેનેડાની એક જુનિયર હોકી ટીમ આજે તે સમયે ભીષણ દુર્ઘટનાનો શિકાર થઈ જ્યારે ખેલાડીઓને લઈ જઈ રહેલી બસ સસ્કાચેવાનના ગ્રામીણ ક્ષેત્રમાં ટ્રેલર સાથે ટકરાઈ ગઈ. આ અકસ્માતમાં ૧૪ જણનાં મોત થયા છે. આ બસમાં હમ બોલ્ડ્રસ બ્રોનકોસના ખેલાડી હતા. જે સસ્કાચેવાન જુનિયર હોકી લીગનો પ્લે ઓફ મુકાબલા માટે અહીંયા આવ્યા હતા. બ્રોનકોસ ટીમના અધ્યક્ષ કેવિન ગારિગેરે કહ્યું કે આ એટલી મોટી દુર્ઘટના હતી જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ. બ્રોનકેસ ટીમમાં ૧૬થી ર૧ વર્ષના ર૪ ખેલાડી હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે હું કલ્પના નથી કરી શકતો કે તેમના માતા-પિતા પર શું વિતી રહી હશે. આ મામલાની તપાસ કરી રહેલી રોયલ કેનેડીયન માઉટેડ પોલીસે આ અકસ્માતમાં મોત અને અનેક ઘાયલ થવાની વાત કરી છે.