National

કોંગ્રેસને આંચકો : જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ આગામી ચૂંટણી એકલા હાથે લડશે : ફારૂક અબ્દુલ્લા

(એજન્સી) શ્રીનગર, તા.૧૩
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે, તેમનો પક્ષ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણી એકલા હાથે લડશે અને તેમને પોતાની એકલાની તાકાત પર જનાદેશ મળવાનો વિશ્વાસ છે. વિધાનસભા ચૂંટણી આડે ત્રણ વર્ષ બાકી છે ત્યારે ફારૂકે કોંગ્રેસથી વિમુખ થવાની વાત કરી હતી.
નેશનલ કોન્ફરન્સ ર૦૦૮ની ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર રચી હતી. આજે બપોર બાદ જમ્મુમાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરીશું નહીં. તેમણે ઉમેર્યું હતું કે, સ્થિર, મજબૂત અને પ્રજાલક્ષી સરકાર એ જમ્મુ-કાશ્મીર દ્વારા સામનો કરવામાં આવી રહેલ પ્રશ્નોનો જવાબ છે. તેમણે પક્ષ કાર્યકરોને મોટા પડકાર માટે સુસજ્જ થવા અને પ્રત્યેક સ્તરે નેશનલ કોન્ફરન્સને સુદૃઢ કરવા હાકલ કરી હતી.
ડો.અબ્દુલ્લાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપે રાષ્ટ્રના ધર્મના ધોરણે ભાગલા પાડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે એ સ્વાતંત્ર્ય સેનાનીઓના વિચારોને નકારી કાઢ્યા છે, જેમણે ભારતને બ્રિટિશ શાસનની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું અને પોતાની જાનની કુરબાની હતી. આરએસએસ પર પ્રહારો કરતા નેશનલ કોન્ફરન્સના નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સંઘના મોટા પદાધિકારીઓએ અંગ્રેજોની પ્રશંસા કરી હતી અને હવે તેના માણસો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને સન્માન આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજેશ્વર રાવ લેખિત પુસ્તક અનુસાર ૧૯૭પની કટોકટી દરમિયાન સંઘે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું અને બળજબરીપૂર્વક પરિવાર નિયોજન કરવાના અભિયાનની અવેજમાં સમર્થન આપ્યું હતું.
ભાજપે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્ર કુરબાની ઝંખે છે. એવું જણાવીને ડો.ફારૂક અબ્દુલ્લાએ ઉમેર્યું હતું કે ભાજપ દેશમાં નફરત અને અસહિષ્ણુતાના બીજ રોપી રહ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.