Gujarat

કોડિનારમાં માવતરે ર૦ માસનું બાળક છીનવી લેતાં પરિણીતા પોલીસના દ્વારે

કોડિનાર, તા.૧
માવતરે રિસામણે બેસેલ પરિણીતાને પતિના ઘરે જવું હોય પરંતુ તેણીના માવતર તે પસંદ ન હોય તેના ર૦ માસના બાળકને છીનવી લેતાં તેણીએ કોડીનાર પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.
આ અંગેની વિગત મુજબ રીપલબેન જયદીપભાઈ વાંઝા ઘણા સમયથી માવતરે રિસામણે હોય ગત વર્ષે સમાધાનની બેઠકમાં રીપલબેનના માવતર પક્ષે ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કર્યાની ઘટનામાં દીવાળીબેન ભાણાભાઈ દમણીયા-હીનાબેન ભાણા-ભાણીયા આરતીબેન ભાણા દમણીયા જયાબેન ભાણા દમણીયા અને રોહિત કાના મકવાણાની હજુ ધરપકડ કરવાની પણ બાકી છે. ત્યારે રીપલબેન ગઈકાલે માવતરેથી પતિ સાથે રહેવા આવતી હોય અને તે વાત રીપલબેનનાં ઘરવાળાઓને પસંદ ન હોય રીપલબેનનો ર૦ માસનો પુત્ર આંચકી લઈ રીપલબહેનને મારવા દોડતા રીપલબેને તેમના પતિને આ અંગે મોબાઈલ ડ્રોન ઉપર વાત કરતાં રીપલબેનના પતિ રીપલબેનને લેવા આવતા પુત્ર સાથે ન હોય બન્ને કોડીનાર પોલીસ સ્ટેશને જઈ સમગ્ર આપવીતી જણાવી ર૦ માસના પુત્રને માવતરના લોકો બળજબરીથી રાખવા માંગતા હોય પુત્રનો કબજો મેળવવા પોલીસને રજૂઆત કરતા મહિલા પીએસઆઈ કે.એન.અઘેરા, ટાઉન જમાદાર કાળુભાઈ ગઢવી સહિતનો સ્ટાફ રીપલબેનને સાથે લઈ તેમના માવતરના ઘરે પહોંચતા માવતરવાળા પોલીસને સાથે જોઈ ઉશ્કેરાઈ જતાં અને પોલીસની હાજરીમાં રીપલબેનને મારવા લાગતા અને પોલીસ વચ્ચે પડતા તેમણે પોલીસ સામે પણ ગેરવર્તન કરતાં પોલીસે આ મામલામાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ર૦ માસના બાળકને તેની માતા સાથે મિલાપ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.