Gujarat

કોડીનારઃ એભલવડમાં પતિ-પત્ની અને સાસુ ઉપર ૯ શખ્સોનો હુમલો

કોડીનાર,તા.૧૦
કોડીનારના એભલવડ ગામે ભાગીને પ્રેમલગ્ન કરનાર ગામમાં પરત ફરતા યુવતીના પરિવારજનોના ૯ શખ્સો દ્વારા દંપતી અને સાસુ સહિત ૩ લોકો ઉપર હિંચકારો હુમલો કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ એભલવડ ગામની રાજલ બેને ગામના જ ધિરૂ ઓધડભાઈ સાથે લવમેરેજ કરી બહાર ગામે રહેવા ચાલ્યા જતા અને આ એક વર્ષ દરમિયાન રાજલ બંને પ્રેગ્નેટ થતા આ દંપતી એભલવડ ગામમાં પરત ફરતા અને યુવતી એ પરિવારજનોની વિરૂદ્ધ લગ્ન કર્યા હોય તેનું મનદુઃખ રાખી યુવતીના પરિવારના તેના મોટા બાપા મનુ રત્નાભાઈ, ભાઈઓ એભલ દાદુ, ઉદય દાદુ, પ્રતાપ દાદુ, અમુ મનુ, પિન્ટુ મનુ, વજુ સામંત, પંકજ સામંત, જીતુ વજુએ એક સંપ કરી કુહાડી-લોખંડનો પાઈપ-લાકડી જેવા હથિયારો ધારણ કરી ઘરે આવી તું ગામમાં શુ કામ પરત આવી છે. તેમ કહી રાજન બંને તેમના પતિ ધીરૂભાઈ અને સાસુ મણીબેનને ઉપકોક્ત હથિયારો વડે આડેધડ માર મારી ગામ મૂકીને જતા રહેજો નહીંતર બધાને જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારીની ફરિયાદ રાજલ બેન ધીરૂભાઈ શિયાળે નોંધાવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.