Gujarat

કોડીનાર તાલુકાની આર્થિક જીવાદોરી સમાન ગણાતી ખાંડ ઉદ્યોગની જમીન બિનખેતી કરી વેચી નાંખવાના આક્ષેપો સાથે ખેડૂતોની નીકળેલી રેલી : મામલતદારને આવેદન

 

દૃકોડીનાર, તા.પ
કોડીનાર તાલુકાની આર્થિક જીવાદોરી સમાન ગણાતી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ લાંબા સમયથી બંધ હોય તેને ફરી શરૂ કરવા માટે સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં સુગર ફેકટરી શરૂ થવાના બદલે તેની કરોડોની કિંમતની ૫ વિઘાજમીન બિનખેતી થઈ હોવાની અને તેને વેંચી નાખવાની ગતિવિધિ થઈ રહી હોવાના આક્ષેપો સાથે કોડીનાર તાલુકાના ખેડૂતોએ સુગર ફેકટરીથી મામલતદાર ઓફીસ સુધી વિશાળ રેલી કાઢી સુગર ફેકટરી બચાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોડીનાર તાલુકા કિસાન મંડળ-કિસાન એકતા સમિતિ-ખાંડ ઉદ્યોગ કામદાર મંડળ સહિતના ખેડૂતોએ પાઠવેલા આવેદનપત્રમાં ખાંડ ઉદ્યોગ બોર્ડમાં ચાલતા ગેર વહીવટ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, હાલ ખાંડ ઉદ્યોગના માથે ૮૦થી ૯૦ કરોડ જેટલું કર્જ છે ત્યારે સરકાર આ ખેતી લક્ષી ઉદ્યોગને બચાવવા માટે અને પુન જીવીત કરવા માટે બેંકોની લોનોની માંડવાળ કરી સરકાર તરફથી ૨૦થી ૨૫ કરોડની લોન કે સહાય કરવામાં આવે તો આ ખાંડ ઉદ્યોગ ફરી ધમધમતો થઈ જાય તેમ હોય પરંતુ ખાંડ ઉદ્યોગના હાલના સંચાલકો આ ઉદ્યોગ ફરી શરૂ કરવાના બદલે તેની કિંમતી જમીનો બિનખેતી કરી વેંચી નાખવાનો મલિન ઈરાદો ધરાવતા હોવાના આક્ષેપો કરી ખાંડ ઉદ્યોગના હાલના વહીવટી બોર્ડને વિખેરી સરકાર કક્ષાએથી કમિટી બનાવી ખાંડ ઉદ્યોગ ફરી શરૂ કરવા અને ખાંડ ઉદ્યોગ ની ખોટ અંગે તપાસ કરવામાં કરવામાં આવે તેવી માંગ કરી જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આગામી તા.૧૧થી ખેડૂતોએ ઉપવાસ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. આ તકે બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પી.એસ.ડોડીયાનો સંપર્ક કરતા તેમણે ખેડૂતોએ બોર્ડ ઉપર ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપોને ફગાવી જણાવ્યું હતું કે, વર્ષો વર્ષ સરકાર માન્ય ચાર્ટડ એકાંઉન્ટ દ્વારા ઓડીટ કરવામાં આવે છે, ખાંડ ઉધોગે ૧૯૬૧માં ખરીદેલી જમીન હજુ સુધી બિનખેતી કરી ન હોય અને કોઈપણ ફેકટરી કે સંસ્થા લાંબો સમય ખેતીની જમીન ધરાવીના શકે તેમ હોય આ બાબત બોર્ડની ધ્યાને આવતા આ મહામૂલી જમીન ખાલસા ન થાય તે માટે જમીન બિનખેતી કરાવી હોવાનું અને ખાંડ ઉદ્યોગની જમીન વેંચવા બોર્ડમાં કોઈ જ ઠરાવ થયો ન હોવાનું જણાવી જો સરકાર અને સભાસદો ફેકટરીની ફાજલ જમીન વેચવાની મંજૂરી આપે તો ખાંડ ઉદ્યોગને જીવંત કરી શકાય તેમજ બેંકોનું કર્જ ભરાઈ જાય ફેકટરી ફરી શરૂ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ૭૪ વખત પત્ર વ્યવહાર કરી માંગ કરી રજૂઆતો કરવામાં આવી છે, તેમજ ફડચા અધિકારીની નિમણૂક ફેકટરી આટોપી લેવા માટે થાય છે નહીં કે ફેકટરી શરૂ કરવા માટે હોવાનું જણાવી ફેકટરી બંધ થવાનું મુખ્ય કારણ ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં શેરડી આપી ન હોવાનું જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.