મુસ્લિમ પરિવારે મામેરૂં લઇ આવેલા હિંદુ પરિવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું
(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.૧૫
કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો આજે હિન્દુ- મુસ્લિમ વચ્ચે મોટી ખાય ઉભી કરી રહ્યા છે પરંતુ માનવતા હજી પણ જીવીત છે તેવા ઘણા દાખલાઓ આજે સમાજમાં જોવા મળે છે અને એ થકી કોમી એકતાના દીવડાવો ટમ ટમી રહ્યા છે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોને તમાચો મારે તેવી ઘટના માતર તાલુકાનાં ઉંઢેલા ગામમાં આજે જોવા મળી હતી. મુસ્લિમ પરિવારની દિકરીનાં લગ્નમાં હિંદુ પરિવાર મોસાળુ લઈ આવતા કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. મુસ્લિમ પરિવારેે મોસાળુ લઈ આવેલા હિંદુ પરિવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું .
આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં રહેતા દિનેશભાઈ નટુભાઈ પરમારનાં ઘરની પાસે આજથી ૪૦ વર્ષ પૂર્વે મુસ્લિમ વ્હોરા પરિવાર વસવાટ કરતું હતું ત્યારે દિનેશભાઈ અને પાડોશમાં રહેતા મુસ્લિમ વ્હોરા પરિવાર સાથે ગાઢ પારિવારીક સંબંધો હતા,અને મુસ્લિમ વ્હોરા પરિવારની આરેફાબેન કિશોરઅવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી હતી,ત્યારબાદ થોડા વર્ષો પૂર્વે આરેફાબેનનો પરિવાર આણંદ રહેવા ગયું અને ત્યારબાદ આરેફાબેનનાં માતર તાલુકાનાં ઉંઢેળા ગામનાં રજ્જાકભાઈ વ્હોરા સાથે લગ્ન થયા ત્યારબાદ પણ આરેફાબેન દરવર્ષે રક્ષાબંધનનાં દિવસે ચિખોદરા જઈ દિનેશભાઈને રાખડી બાંધતા હતા અને તે ક્રમ આજે ૪૦ વર્ષ બાદ નિરંતર છે,અને આજે પણ રક્ષાબંધનનાં દિવસે આરેફાબેન પોતાનાં ધર્મનાં ભાઈ દિનેશને રાખડી બાંધે છે.આરેફાબેનની દિકરી તયબાહનાં આજે ઉંઢેળા ગામમાં લગ્ન હોઈ દિનેશભાઈ અને તેમનો પરિવાર ૨૦૦થી વધુ સગા સબંધીઓ સાથે ભાણીનાં લગ્નનું મામેરૂ લઈને ઉંઢેળા ગામમાં પહોંચી ગયા અને વાજતે ગાજતે બહેન આરેફાનાં ઘરે જઈને દિનેશભાઈ અને તેમનાં પરિવારે ભાણી તયબાહનું મામેરૂ ભરતા આરેફાબેન અને તેમનાં પરિવારે મામેરૂ લઈ આવેલા મોસાળીયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતુડહિંદુ ભાઈએ મુસ્લિમ ભાણીનાં લગ્નનું મામેરૂ ભરતા કોમી – એકતાનાં અનેરા દૃશ્યો સર્જાયા હતા.આરેફાબેનનાં ભાઈ ઈલ્યાસ આઝાદ કે જેઓ આણંદ નગરપાલિકાનાં પૂર્વ ઉપનેતા છે,તેઓે પણ કોમી એકતા માટે જાણીતા છે.