નવી દિલ્હી, તા.૧૫
કોરોના વાયરસના કારણે વિશ્વના દેશો ત્રાહીમામ પોકારી ગયા છે. કોરોનાના કારણે દુનિયાના દેશોમાં હજુ સુધી ૧,૨૯,૧૦૦ લોકોનાં મોત થઇ ચુક્યા છે અને કેસોની સંખ્યા તો બે લાખ કરતા વધારે થઇ ગઇ છે. આવી જ રીતે ગંભીર રીતે રહેલા દર્દીઓની સંખ્યા ૫૧૬૦૩ રહી છે. સ્થિતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. સ્પેન, જર્મની, ઇટાલી સહિતના દેશોમાં હાલત વધારે ખરાબ છે. ૨૧૦ દેશો કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ સ્થિતી હાલ અટકે તેવી શક્યતા ઓછી છે. અમેરિકામાં ૨૬ હજારથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે.ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. અમેરિકા સ્પેન, જર્મની, ઇટાલીમાં હાલત ખરાબ થયેલી છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. સ્થિતીને સામાન્ય બનાવી દેવા માટેના પ્રયાસો યુદ્ધના સ્તર પર તમામ દેશો કરી રહ્યા હોવા છતાં સ્થિતી સુધારો થઇ રહ્યો નથી. કોરોનાના કારણે સ્થિતી ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. વિશ્વમાં કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકા અને સ્પેન બાદ ઇટાલી, ફ્રાંસ, જર્મની, યુકે, ચીન, ઇરાન, તુર્કીનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં લાખો કેસો છે. લાખો કેસો હજુ પણ એક્ટિવ કેસોમાં રહેલા છે. સ્પેન અને ફ્રાન્સ પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો કે સફળતા મળી રહી નથી. સ્પેન, અમેરિકા, ઇટાલી સહિતના દેશો વધારે અસરગ્રસ્ત થયા છે. તેમના પગલા પણ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. કોરોના કહેર ક્યારે રોકાશે તે અંગે હાલમાં વાત કરવી ખુબ મુશ્કેલ છે. કારણ કે હાલમાં તો કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. નવા નવા કેસો ખુલી રહ્યા છે. નવા વિસ્તારો પણ સકંજામાં આવી રહ્યા છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે.
દેશ-દુનિયામાં કોરોના કેર…
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૨૦,૨૬,૯૫૮
વિશ્વના કુલ દેશોમાં મોત ૧,૨૯,૧૦૦
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૪,૯૪,૪૧૮
એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૦૩,૪૪૦
ભારતમાં કેસોની સંખ્યા ૧૨,૦૨૧
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦,૧૭૧
ભારતમાં રિકવર લોકોની સંખ્યા ૧,૪૪૫
ભારતમાં મોતની સંખ્યા ૪૦૫