International

કોરોનાના કેસમાં વધારાની વચ્ચે જોર્ડનમાં ફરી સ્કૂલો ખોલવામાં આવી

 

(એજન્સી) તા.૩
અધિકારીઓએ જણાવ્યું કે પાંચ મહિનાની ગેરહાજરી પછી મંગળવારે જોર્ડનમાં લગભગ બે મિલિયન બાળકો સ્કૂલ પરત ફર્યા. જો કે અધિકારીઓએ કોરોનાના કેસમાં વૃદ્ધિના કારણે કેટલાક વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે. હાલમાં કેટલાક શહેરોમાં કેસ વધ્યા પછી રાજધાની અમ્માનના કેટલાક પાડોશમાં પેલેસ્ટીની શરણાર્થીઓ અને રાજકીય સ્કૂલોને બંધ કરવામાં આવી છે. ૧ સપ્ટેમ્બરે સ્કૂલોને ફરી ખોલવા પર અધિકારીઓએ પાછલા એક પખવાડિયામાં ખચકાટ દર્શાવી. માર્ચ પછીથી એક અઠવાડિયામાં કોરોનાના ૬૦૦થી વધુ કેસ જોવા મળ્યા છે. પેલેસ્ટીની શરણાર્થીઓ માટે મુખ્ય સંયુક્ત રાષ્ટ્ર એજન્સી યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૧૧પ૦૦૦ વિદ્યાર્થીઓ મંગળવારે પોતાની સ્કૂલોમાં પરત ફર્યા. વર્ગખંડમાં અડધી સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મડાબા શહેરની નજીક એક શરણાર્થી શિબિરમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે રાજ્યએ માત્ર ર,૦૩૪ કેસ અને માત્ર ૧પ મૃત્યુની સાથે વધુ પડતા મધ્ય પૂર્વ દેશોની સરખામણીએ સારૂં પ્રદર્શન કર્યું છે. સીરિયન સાથે મુખ્ય સરહદ પાર કરવાનું બંધ કરી દીધું છે અને નિયમિત વાણિજ્યક ઉડાનો માટે દેશના એરપોર્ટની ફ્લાઈટો રદ કરી દીધી છે. સ્કૂલોમાં માસ અને સામાજિક અંતર છતાં કેટલાક માતા-પિતા ચિંતિત છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.