Ahmedabad

કોરોનાને ઝડપથી ફેલાતો રોકવા ઘરમાં રહેવું એ જ સર્વશ્રેષ્ઠ તકેદારી અને ઈલાજ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
કોરોના ના કહેરથી પ્રજામાં જાગૃતિ ફેલાવવા અને જરૂર પડ્યે આગળના દિવસો માટે પ્રજાને માનસિક રીતે તૈયાર કરવા કેન્દ્ર સરકારે આવતીકાલ રવિવારે જનતા કરફ્યુ નું એલાન આપ્યું છે. જ્યારે અમદાવાદ સહિત કેટલાયે શહેરોમાં તો અત્યારથી જ કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રજાએ પણ દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવા અને કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા સાથ અને સહકાર આપવો જરૂરી છે. અલ્લાહ તઆલા પર ઈમાન રાખનાર દરેક સાચો મુસલમાન માને છે કે અલ્લાહના હુકમ વિના કોઈ બીમારી ફેલાતી નથી કે કોઈ જીવ ને અસર કરતી નથી્‌ પરંતુ સાથે સાથે તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે. ઘર ખુલ્લું મુકીને અલ્લાહના ભરોસે છોડી દેવું યોગ્ય નથી. પરંતુ ઘરને તાળું મારી કે સુરક્ષાની વ્યવસ્થા કર્યા બાદ અલ્લાહતઆલા પર ભરોસો રાખવો જોઈએ. હાલ કોરોના વાયરસે વિશ્વના અનેક દેશોની સાથે ભારતને પણ પોતાના સકંજામાં કસી લીધો છે, ત્યારે આ વાયરસને વધુ ફેલાતો અટકાવવા જરૂરી છે કે લોકો મજબૂરી વિના બહાર નીકળવાનું ટાળે, ટોળાશાહીથી દૂર રહે અને નિષ્ણાંતો કે તંત્ર દ્વારા જે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે તેના પર અમલ કરે, જે આપણા સૌની સામાજિક જવાબદારી પણ છે. આવતીકાલે રવિવારે જનતા કરફ્યુનુ એલાન આપવામાં આવ્યું છે, તે પ્રજાને માનસિક રીતે તૈયાર કરવાનું પ્રથમ પગલું હોઈ શકે. જો સરકારને લાગે કે પરિસ્થિતિ ગંભીર થઇ શકે છે તો એક સપ્તાહ, પંદર દિવસ કે મહિના સુધી લોકડાઉન કરી શકે છે. આથી દેશના અને પ્રજાહિતમાં સાથ સહકાર આપવો જરૂરી છે. આપણે ત્યાં મોટા ભાગે એવું જોવા મળે છે કે લોકોને ફરજિયાત ઘરે રહેવાનો મોકો મળે ત્યારે મિત્રો સાથે ટોળે વળી ગપ્પાં મારવામાં, ક્રિકેટ સહિતની રમતો રમવામાં, રસ્તા પર બાઈક લઈને નીકળી પડી સ્ટંટ કરી સમય બરબાદ કરવામાં કે બાપ ના પૈસા પેટ્રોલમાં ઉડાડવામાં માને છે.અથવા તો મોબાઈલમાં ગેમ રમવામાં પોતાની જાતને પરોવી દે છે. આવા સમયે જો આવી અમૂલ્ય તક મળે ત્યારે પરિવાર સાથે સમય પસાર કરવામાં આવે તો પરિવારને જે ખુશી મળશે તે અકલ્પનીય હશે. બીજું મુસલમાનો એ તો આમેય પોતાની જાતને ખોટા કામમાં પરોવવા કરતા પાંચ સમય નમાઝ સહિત અલ્લાહની ઈબાદત માં લાગી જવું જોઈએ. કારણકે મારનારી અને બચાવનારી જાત અલ્લાહની છે. આથી જો સૃષ્ટિના પાલનહારને આપણે યાદ કરીશું, તેને નેક કામ કરી રાજી કરવાનો પ્રયત્ન કરીશું, ગુનાહોથી બચતા રહીશું અને બંદાના હકો અદા કરીશું તો કોરોના તો શું ગમે તેવી જીવલેણ બિમારી અથવા આસમાની કે સુલતાની આફતોથી આપણે હેમખેમ બચી શકીશું. મુસલમાનો સારી રીતે વાકેફ હશે જ કે નૂહ અલયહિસ્સલામના જમાનામાં અલ્લાહના અજાબ થી આખી વસ્તી તબાહ થઈ ગઈ હતી, ત્યારે એકમાત્ર વૃધ્ધા હેમખેમ બચી ગયા હતા. ત્યારે મુસલમાનોની ફરજ છે કે તકેદારીની સાથે સાથે અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો રાખે અને પોતાની જાતને તેના સુપુદૅ કરી દે, પછી જુએ કે ક્યાં ક્યાંથી મદદ મળે છે.

પ્રજાને તાળી પડાવવાને બદલે સરકાર સહાય આપવા માટે હાથ લાંબો કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રરમી માર્ચે દેશની જનતાને જનતા કરફ્યુ પાળવાની સાથે તાળીઓ પાડવાની હાસ્યાસ્પદ સલાહ ભલે આપી પરંતુ જ્યારે પ્રજા આવી મહામારીથી પિડાતી હોય, ધંધા રોજગાર પડી ભાંગ્યા હોય લાખો કરોડો લોકો બેકાર બન્યા હોય ત્યારે અન્ય દેશોની જેમ પેકેજ કે રાહત સહાયની જાહેરાત કરવાને બદલે ગંભીર મુખમુદ્રા ધારણ કરી પ્રજાને દેશભક્તિ દેખાડવાની વાતો કરવી તે કેટલા અંશે યોગ્ય કહેવાય ? કેટલાક શહેરોમાં તો ૧૪૪ની કલમ લાગુ કરી દેવાઈ છે કેટલાક ધંધા રોજગાર બંધ કરી દેવાયા છે. ત્યારે તંત્રએ પ્રજાને તેમના જ ટેક્ષના અને પેટ્રોલ-ડીઝલમાંથી છેલ્લા કેટલાક મહિનાઓથી વધારાના કમાયેલા નાણાં ખરબો રૂપિયા આવા સમયે પરત કરવા જોઈએ દરેક ગરીબ અને મધ્યમવર્ગના લોકોના બેંક ખાતામાં નિશ્ચિત રકમ નાખવી જોઈએ જેથી પ્રજા આ મહામારી સામે લડી શકે.

સમાજના માલેતુજારો સામાજિક જવાબદારી નિભાવી આર્થિક સહાય માટે આગળ આવે

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા લાખો પરિવારોને પરાણે ઘરમાં પુરાઈ રહેવાની સ્થિતિમાં ખાવાના ફાંફાં પડે તે સ્વભાવિક છે. ખાસકરીને શ્રમિકો, મજૂરો, રીક્ષા ચાલકો સહિત રોજનું કમાઈ રોજ ખાનારા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આપણે સામાજિક જવાબદારી નિભાવી આપણી આસપાસ રહેતા આવા પરિવારોને આર્થિક મદદ પુરી પાડવી જોઈએ. ખાસ કરીને મુસ્લિમ સમાજે ઝકાત, ખૈરાત, સદકા દ્વારા તેમના સગા સંબંધી, મિત્રો, પાડોશીઓની મદદ કરવી જોઈએ. પવિત્ર રમઝાન માસ નજીક આવી રહ્યો છે ત્યારે માલેતુજારોએ ગણતરીની ઝકાત ન કાઢતા શક્ય હોય તેટલી વધુ રકમ કાઢી આવા પરિવારોને શોધી તેમને આર્થિક મદદ પૂરી પાડે. જો દરેક આર્થિક સદ્ધર વ્યક્તિ પોતાના નજીકના પછી દૂરના સગા, સંબંધી, મિત્રો અને પાડોશીઓને મદદ કરવા તત્પર બનશે તો આવા લાચાર લોકોનું જીવનધોરણ ઊંચુ આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.