(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૫
શહેનશાહે ગુજરાત અને મહાન ઔલિયા હઝરત પીર સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રહેમતુલ્લાહ અલયહે)નો ૫૬૨મો ઉર્સ મુબારક આગામી તા.૧૪ જાન્યુઆરીથી તા.૭ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. તે હાલની કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું હોવાથી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હઝરત પીર શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું છે કે, હાલની કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું હોવાથી અહમદાબાદના શાહેઆલમ વિસ્તારમાં આવેલ મહાન સુફી સંત હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રહેમતુલ્લાહ અલયહે)નો વાર્ષિક ઉર્સનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી
તા.૧૪-૧-૨૦૨૧થી તા.૭-૨-૨૦૨૧ સુધી યોજાનાર ઉર્સના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જેની તમામ ઝાયરીનો, અકીદતમંદો અને જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.