Ahmedabad

કોરોનાનો ગ્રાફ નવી ઊંચાઈએ; ૭૭૮ નવા દર્દી નોંધાયા જ્યારે ૪ર૧ સાજા થયા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
અનલોક-ર બાદ ગુજરાત રાજ્યમાં કોરોના રોજેરોજ નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા બારેક દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૬૦૦થી ઉપર અને હવે તો ૭૦૦થી વધુ વટાવી ૮૦૦ની નજીક પહોંચી ગયો છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોવિડ-૧૯ના ૭૭૮ દર્દીઓ નોંધાયા હતા તેની સામે ૪ર૧ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. જ્યારે અમદાવાદમાં ૭ સહિત ૧૭ દર્દીઓ મોતને ભેટયા છે. એક સમયે કોરોનાના હોટસ્પોટ શહેર બની ગયેલા અમદાવાદમાં હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. અમદાવાદમાં નવા ૧૭ર કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં નવા દર્દીઓનો આંક બે સદી વટાવી ર૦૪ પર પહોંચી ગયો છે. અમદાવાદમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદમાં આજે ૧૧૦ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા હતા જ્યારે સુરતમાં ૭૦ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં આજે નોંધાયેલા રેકર્ડબ્રેક ૭૭૮ કેસમાં સુરતમાં ર૦૪ અને અમદાવાદ શહેરમાં ૧૭ર બાદ વડોદરા શહેરમાં ૪૯, સુરત જિલ્લામાં ૪પ, રાજકોટ શહેરમાં ૩ર, વલસાડમાં ર૧, વડોદરા જિલ્લામાં ૧૯, અમદાવાદ જિલ્લા, મહેસાણા અને ભરૂચમાં ૧પ-૧પ, કચ્છમાં ૧૪ જ્યારે ગાંધીનગર અને નવસારીમાં ૧૩-૧૩ કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં ૧ર તથા બનાસકાંઠામાં ૧ર, ખેડા અને સુરેન્દ્રનગરમાં ૧૧-૧૧ તથા આણંદમાં ૧૦ નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ર૩ શહેર જિલ્લામાં ૧થી ૯ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૪ર૧ દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા હતા. જેમાં અમદાવાદમાં ૧૧૦ અને સુરતમાં ૭૦ બાદ ભાવનગરમાં સૌથી વધુ ૩૩ દર્દીઓ સાજા થયા હતા એટલે કે, નવા ૯ કેસની સામે સાજા થવાની ટકાવારી ચાર ગણી વધુ હતી. ઉપરાંત વડોદરાના ર૮, વલસાડ, વડોદરા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ૧૪-૧૪, ગાંધીનગર અને બનાસકાંઠાના ૧૩-૧૩, પાટણના ૧૧ તથા અન્ય રાજ્યના ૧૬ દર્દીઓ મળી કુલ ૪ર૧ દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં આજદિન સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૭ હજારને પાર કરી ૩૭૬૩૬ સુધી પહોંચી ગઈ છે. જે પૈકી ૧૯૭૯ દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટયા હતા જ્યારે ર૬૭૪૪ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાતા હાલ હોસ્પિટલમાં ૮૮પર દર્દીઓ સ્ટેબલ હાલતમાં તથા ૬૧ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રરર૬ર સુધી પહોંચી ગઈ છે. જ્યારે હાલ નવા હોટસ્પોટ વિસ્તાર તરીકે ઊભરી રહેલા સુરત શહેર જિલ્લામાં ૬૪પ૮ કેસ થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવથી થયેલા મોતમાં આજે વધુ ૧૭નો ઉમેરો થયો છે જેમાં અમદાવાદ શહેરમાં ૭, સુરત શહેરમાં ૪, સુરત જિલ્લા અને અરવલ્લીમાં ર-ર તથા બનાસકાંઠા અને ખેડામાં ૧-૧ મોતનો સમાવેશ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી ૪રપ૮૩૦ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તે પૈકી ૩૭૬૩૬ને પોઝિટિવ નીકળતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે આજની તારીખે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ર૭૭૦૬૪ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન અને તે પૈકી ર૭૩૬૮૪ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે ૩૩૮૦ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજ્યના છેલ્લા ર૪ કલાકના નવા કેસો

જિલ્લો/કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન ર૦૪
અમદાવાદ કોર્પોરેશન ૧૭ર
વડોદરા કોર્પોરેશન ૪૯
સુરત ૪પ
રાજકોટ કોર્પોરેશન ૩૨
વલસાડ ૨૧
વડોદરા ૧૯
અમદાવાદ ૧૫
મહેસાણા ૧૫
ભરૂચ ૧૫
કચ્છ ૧૪
ગાંધીનગર ૧૩
નવસારી ૧૩
ભાવનગર કોર્પોરેશન ૧૨
બનાસકાંઠા ૧૨
ખેડા ૧૧
સુરેન્દ્રનગર ૧૧
આણંદ ૧૦
ભાવનગર ૯
જામનગર કોર્પોરેશન ૮
રાજકોટ ૮
જિલ્લો/કોર્પોરેશન કેસ
જૂનાગઢ કોર્પોરેશન ૭
મહિસાગર ૭
અમરેલી ૬
દાહોદ ૬
જૂનાગઢ ૬
ગાંધીનગર કોર્પોરેશન ૫
પાટણ ૫
મોરબી ૫
અરવલ્લી ૪
પંચમહાલ ૪
ગીર-સોમનાથ ૩
તાપી ૩
સાબરકાંઠા ૨
છોટાઉદેપુર ૨
જામનગર ૨
નર્મદા ૧
બોટાદ ૧
દેવભૂમિ દ્વારકા ૧
પોરબંદર ૦
અન્ય રાજ્ય ૦
કુલ ૭૭૮