Ahmedabad

કોરોના રસીની મંજૂરી આજે અથવા કાલે મળી જશે : વેક્સિનના ૧૦ કરોડ યુનિટ તૈયાર

શક્ય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા નહીં દેવાય : ડે. સી.એમ.

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકાર અને લોકો કોરોના વેક્સિનની રાહમાં છે ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવતા કહ્યું હતું કે, આજે અથવા કાલે કોરોનાની રસીને મંજૂરી મળી જશે. રાજ્યના નાગરિકો પર રસી અંગેનો કોઈ ખર્ચ આવવા દેવાશે નહીં. તેમણે આ સાથે જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના ૧૦ કરોડ યુનિટ તૈયાર છે અને જેને પ્રથમ રસી આપવાની છે તેમનું લિસ્ટ પણ તૈયાર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવી અદ્યતન સુવિધા શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર શરૂ કરાયું છે. આરોગ્ય મંત્રી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે તેનું લોકાર્પણ કર્યું હતું. નીતિન પટેલે કોમ્યુટરાઇઝ રેડીયોગ્રાફી સિસ્ટમ અને સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાયનું પણ લોકાર્પણ કર્યું છે. જેમાં ઈમરજન્સીમાં આવેલા દર્દીઓને સુવિધા મળશે. આ પ્રસંગે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલ સૌથી વધુ પેરામેડીકલ ડોકટરો અને સૌથી વધુ બેડ ધરાવે છે. ૨૦૧૫ના વર્ષમાં તાત્કાલિક સારવાર માટે જે દર્દીઓ આવે તેના માટે ટ્રોમાં સેન્ટર બનાવવામાં આવ્યું હતું. સિવિલમાં પીઆઈયુ દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ૨૧ ઓપરેશન થિયેટરના લોકર્પણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના વેકસીનને લઈને ડે સીએમ નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યભરમાં તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકાર તરફથી ૨૦૨૧ની શરૂઆતમાં જ આનંદના સમાચાર આવ્યા છે. જેથી આજે અથવા કાલે વેક્સિનની મંજૂરી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં જેમને વેક્સિનેશન આપવામાં આવશે તેમનું લિસ્ટ તૈયાર છે. હાલ રાજ્યમાં ટ્રાયલ બેઝ પર મોક ડ્રિલ તૈયારી પૂર્ણ કરાઈ છે. બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે. નીતિન પટેલે જણાવ્યું કે, વેક્સિનના દસ કરોડ યુનિટ તૈયાર છે. હાલ વેક્સિનની કોઈ કિંમત સરકારે નક્કી કરી નથી. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપવા માગું છું કે ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતના નાગરિકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી અને આગળ પણ એવું નહીં થાય અને જો વેક્સિન આપવાની વાત છે તો જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરશે.
અમે કોરોનામાં દર્દીઓ પાસેથી પૈસા લીધા નથી. કોરોનામાં સરકારે રૂા.૧૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, યુકેમાંથી જે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન આવ્યો છે તેને એરપોર્ટ પર સ્કેનિંગ કર્યા છે. શંકાસ્પદ લાગતા વ્યક્તિઓના સેમ્પલોને એનઆઈવી પુણે આપણે મોકલ્યા હતા. જેમાંથી ૪ લોકોને પોઝિટીવ આવ્યા છે, અને તેમને સારવાર માટે શહેરની જીફઁમાં હાલ દાખલ કરવામાં આવ્યા છે. ૧૫ સેમ્પલ હજુ પેન્ડિંગ છે. જલ્દી રિપોર્ટ આવે તેના માટે મુખ્યમંત્રીની કોર કમિટીમાં પણ આ અંગે ચર્ચા થઈ છે. હાલ ચારેય દર્દીઓને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સરવાર આપવામાં આવશે. આપણી ટીમ દરરોજ તેમનું ચેકીંગ કરી રહી છે. ૭ દિવસમાં તેમના સંપર્કમાં આવેલાઓનો ફરી રિપોર્ટ ચેક કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.