૨૦૨૦માં વિશ્વને બરબાદ કરનારા નોવેલ કોરોના વાયરસની ઉત્પતિ શોધી કાઢવામાં ચીન સંશોધનકારોને અટકાવી રહ્યું છે, વૈશ્વિક સ્તરે લગભગ ૧૮ લાખ લોકોના મૃત્યુ થયા. એક એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ચાઇનાની એક બેટ રિસર્ચ ટીમે તાજેતરમાં દક્ષિણ ચીન સ્થિત એક ખાણની મુલાકાત લીધી હતી – જે કોવિડ-૧૯ સાથે સંબંધ ધરાવનાર ચામાચિડિયાથી ભરેલી હતી. આ ક્ષેત્રમાં કોરોના વાયરસની ઉત્પત્તિ માટે મહત્વપૂર્ણ સંકેતો હોવાની સંભાવના છે. જો કે, ચીની સરકાર સંશોધનકર્તાને વધુ ઊંડું ખોદવાની મંજૂરી આપવાના મૂડમાં નથી. આ બાબતથી પરિચિત બે લોકોના મતે આ વિસ્તારની મુલાકાત લેનારી બેટ રિસર્ચ ટીમના નમૂનાઓ જપ્ત કરાયા હતા.અહેવાલ મુજબ નવેમ્બરના અંતમાં સ્થળ પર જવાનો પ્રયાસ કરનારી છઁ પત્રકારોની ટીમને પણ સ્થળ પર પ્રવેશ કરવાથી અવરોધિત કરવામાં આવી હતી. પ્રથમ ઓળખાણ થનાર વ્યક્તિને કોરોના વાયરસથી ચેપ લાગ્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બતાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ રસીના મૂળને શોધી કાઢવા માટે તમામ સંશોધન પર ચીની સરકાર “કડક નિયંત્રણ” કરી રહી છે; તે એવી થિયરીઓનો પ્રચાર કરી રહી છે કે રોગચાળાની શરૂઆત અન્યત્ર થઇ હતી.
વૈજ્ઞાનિકો પર ચાઇનાની નજર
માનવામાં આવે છે કે ચીની સરકાર, વિજ્ઞાનીઓ અને તેઓએ નોવેલ કોરોના વાયરસ પરના સંશોધન દરમિયાન શોધી કાઢેલી સામગ્રી પર નજર રાખી રહી છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા મેળવેલા આંતરિક દસ્તાવેજો અનુસાર, રાષ્ટ્રપતિ શી જિનપિંગના સીધા આદેશો હેઠળ, ચીનના મંત્રીમંડળ દ્વારા સંચાલિત નવા ટાસ્ક ફોર્સ દ્વારા પ્રથમ કોઈપણ પ્રકારના સંશોધનના પ્રકાશન માટે મંજૂરી લેવી પડશે. ન્યૂઝ એજન્સીએ જે દસ્તાવેજો મેળવ્યા છે તેના આધારે જણાવ્યું હતું કે “દરોડા ઉપરના હુકમથી પાડવામાં આવે છે.” છઁની તપાસ ચીની અને વિદેશી વૈજ્ઞાનિકો અને અધિકારીઓની મુલાકાતો પર આધારિત છે, જેમાં જાહેર નોટિસ, લીક થયેલા ઇમેઇલ્સ અને સ્ટેટ કાઉન્સિલ અને રોગ નિયંત્રણ અને નિવારણ માટેના ચીની સેન્ટરના અપ્રકાશિત દસ્તાવેજો પણ સામેલ છે. તપાસમાં સરકારી ગુપ્તતા અને ઉપરથી થતા નિયંત્રણનો દાખલો બહાર આવ્યો છે જે રોગચાળા દરમિયાન સ્પષ્ટ થયો હતો. ચાઇના ઝ્રડ્ઢઝ્ર સાથે કામ કરતા એક નિષ્ણાંતે બદલાના ડરથી ઓળખ બતાવાની ના પાડતા છઁને જણાવ્યું કે, “તેઓ ફક્ત એવા લોકોની પસંદગી કરે છે જેમના પર તેઓ વિશ્વાસ કરી શકે, અને તેમને કાબૂમાં રાખી શકે.”
(સૌ. : ઈન્ડિયા ટુડે.ઈન)