National

કોરોના વાયરસ : કોંગ્રેસના નેતા અહમદ પટેલેે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારાઓ સામે સખત કાર્યવાહીની માગ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે દેશમાં કોરોના વાયરસ મહામારી ફેલાઇ છે ત્યારે ખાસ જૂથો સામે સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો છે અને આવા જૂથો સામે સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે. અહમદ પટેલે ટિ્‌વટર પર પોસ્ટ કરેલા એક વીડિયો મેસેજમાં જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી ફેલાવાના સમયે કેટલાક જૂથો દ્વારા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવવાના કરવામાં આવી રહેલા પ્રયાસો ખેદજનક છે. અહમદ પટેલે ગુજરાતી ભાષામાં મૂકેલે સંદેશમાં જણાવ્યું કે આવા સમયે પ્રશાસને ભારે સતર્ક રહેવાની જરૂર છે. મને લાગે છે કે સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવવાના પ્રયાસો કરી રહેલા આવા જૂથ કે વ્યક્તિને ઓળખી પાડીને તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ. જોકે, કોંગ્રેસના નેતાએ કોઇનું નામ લીધું નથી પરંતુ પ્રત્યક્ષ રીતે તેમનો ઇશારો ગયા મહિને દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ ખાતે તબ્લીગી જમાતના યોજાયેલા કાર્યક્રમ અંગે ખાસ સમુદાયને લક્ષ્યાંક બનાવનારા અને તેનો સંબંધ કોરોના વાયરસ ફેલાવા સાથે જોડનારા કટ્ટરપંથી જૂથો કે સંગઠનો તરફ હતો. અહમદ પટેલે એવું પણ કહ્યું કે જો આપણે આપસમાં લડીશું તો કોરોના વાયરસને પરાજિત કરી શકીશું નહીં. ઘણા લોકો સારા સંદેશ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે પરંતુ કેટલાક લોકો નફરત ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સરકારે સોશિયલ મીડિયાનો નફરત ફેલાવવા માટે કરવામાં આવતા ઉપયોગને રોકવો કે પ્રતિબંધ લાદવો જોઇએ. અહમદ પટેલે વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓને કોરોના વાયરસ મહામારીથી સર્જાયેલી વર્તમાન કટોકટી અંગે રાજકારણ નહીં કરવાની પણ અપીલ કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહમદ પટેલે અગ્રીમ હરોળના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કે યૌદ્ધાઓ માટે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની કથિત અછત અંગે સરકારની ટીકા પણ કરી છે અને જણાવ્યું કે અગ્રીમ મોરચાએ તૈનાત ડોક્ટરો અને નર્સોને પીપીઇ આપવી જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.