National

કોરોના વાયરસ : પીએમ નરેન્દ્ર મોદી સરકાર કોવિડ-૧૯ માટે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ આપી શકે છે

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૫
ભારત સરકારે દિવસેને દિવસે વધુને વધુ ખતરનાક બની રહેલા કોરોના વાયરસ સામે લડવા માટે પેકેજની તૈયારી પણ કરી લીધી છે. કોરોના વાયરસથી બચવા માટે ૧૩૦ કરોડથી વધુ ભારતીયો લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે રાહત આપવાના હેતુસર ટૂંક સમયમાં જ ૧.૫ લાખ કરોડ રૂપિયા કે ૧૯.૬ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પેકેજને તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. પેકેજની માંગ પણ ઉઠી રહી છે. સરકારે હજુ સુધી પેકેજને આખરી ઓપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ), નાણામંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચે મંત્રણા ચાલુ છે. નામ જાહેર નહીં કરવાની શરતે સુત્રોએ કહ્યું છે કે, ચર્ચા હજુ ચાલી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે, સ્ટીમ્યુલસ પ્લાન ૨.૩ લાખ કરોડની આસપાસનો હોઈ શકે છે. જોકે, અંતિમ આંકડો નક્કી થયા બાદ જ જાણી શકાશે. સપ્તાહના અંત સુધી પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. ૧૦ કરોડ ગરીબ લોકોના ખાતામાં સીધીરીતે નાણાં પહોંચાડવા માટે આ પેકેજમાં રહેલી રકમનો ઉપયોગ કરવામાં આવશે. સાથે લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા બિઝનેસને ટેકો આપવામાં આવશે. આજે ૧૩૦ કરોડ લોકો લોકડાઉનની સ્થિતિમાં આવી ગયા હતા. કોરોના વાયરસ સામે લડવા સૌથી મહત્વકાંક્ષી પહેલ ભારતમાં કરવામાં આવી છે. કોરોના વાયરસના ભારતમાં હજુ સુધી ૬૦૬થી વધુ કેસો નોંધાયા છે. સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે લોન પ્લાનને પણ વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. સૂત્રોએ કહ્યું કે, સરકારી સિક્યુરિટી પૈકી કેટલી જામીનગીરીઓ ખરીદી લેવા રિઝર્વ બેંકને સરકારે અપીલ કરી છે. આરબીઆઈ વિશ્વમાં અન્ય રિઝર્વ બેંકની જેમ જ બોન્ડ ખરીદે છે. કોરોના સામે લડવા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. નાણામંત્રાલય દ્વારા પ્લાનના સંદર્ભમાં વિગતો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. મંગળવારના દિવસે પણ નાણામંત્રીએ કહ્યું હતું કે, પેકેજ ઉપર જોરદારરીતે વાતચીત ચાલી રહી છે. ટૂંકમાં જ આની જાહેરાત કરાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.