National

“કોર્ટે અન્યાય કર્યો છે”, વકીલના આક્ષેપો : મદ્રાસ હાઇકોર્ટે સહી કર્યા વિનાનો આદેશ મોકૂફ રાખી દલીલો કરવા વધુ તક આપી

 

(એજન્સી) ચેન્નાઈ, તા.૧૪
મદ્રાસ હાઇકોર્ટમાં એક નાટ્યાત્મક ઘટના બની હતી જેમાં કોર્ટે સહી કર્યા વિનાનો આદેશ મોકૂફ રાખ્યો અને વકીલને પ્રતિવાદી તરફે ફરીથી દલીલો કરવાની તક આપી હતી. બચાવ પક્ષના વકીલે આક્ષેપો મૂક્યા હતા કે કોર્ટે એમની સાથે અન્યાય કર્યો છે. આ આક્ષેપો પછી કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. ચુકાદો જાહેર કરાયા પછી વકીલને આભાસ થયો કે ચુકાદો એમની વિરૂદ્ધમાં છે જેથી એમણે આક્ષેપો કર્યા હતા. એમણે કહ્યું કે કોર્ટે મારી રજૂઆતો સાંભળ્યા વિના જ ચુકાદો આપ્યો છે, જે અન્યાયી છે. હાઇકોર્ટે વકીલની નારાજગી જોતાં કહ્યું કે, વકીલના આ પ્રકારના આક્ષેપો કોર્ટની અવમાનના ગણી શકાય છે અને અમે આ માટે બાર કાઉન્સિલ ઓફ તમિલનાડુને પણ જણાવી શકીએ છીએ, પણ અમે વકીલની નારાજગી સામે નરમી દર્શાવી એમને ફરીથી દલીલો કરવાની તક આપીએ છીએ. એ સાથે કોર્ટે ટિપ્પણી પણ કરી હતી કે કાર્યવાહી જે પણ થાય અને એનું પરિણામ પણ જે કંઈ આવે પણ વરિષ્ઠ વકીલે આ પ્રકારના આક્ષેપો કોર્ટ સામે નહીં કરવા જોઈએ. વરિષ્ઠ વકીલ દ્વારા કરાયેલ આક્ષેપોથી અમને દુઃખ થયું છે. જેઓ બારના નેતા પણ છે. જો આ પ્રકારના વલણને પ્રોત્સાહિત કરવામાં આવશે તો જુનિયર વકીલોમાં ખોટો સંદેશ જશે. વધુ સુનાવણી ૧૪મી તારીખે રાખી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.