National

કોવિડ કેર સેન્ટરમાં t PPE કિટ પહેરીને લગ્ન કર્યા લગ્નના કલાકો પહેલાં વધૂ કોરોના પોઝિટીવ નીકળતાંt PPE કિટ પહેરીને ફેરા લીધા

 

બારાં,તા.૭
રાજસ્થાનના બારાંના કેલવાડામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા, જ્યાં કોરોના પોઝિટિવ દુલ્હને પીપીઇ કિટ પહેરીને પોતાના દુલ્હા સાથે ૭ ફેરા લઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળે, કેલવાડાના છતરગંજ ગામની રહેવાસી યુવતી અને તેની માતાને બે દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ગામમાં આવેલી કોરોના તપાસ ટીમને સેમ્પ્લ આપ્યા હતા. પછી આખો પરિવાર સામાન્ય રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયો. ફેરાના થોડા કલાક પહેલા દુલ્હન અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ કેલવાડાના કોવિડ સેન્ટરમાં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી. આ વિવાહ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યા. દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી. વિધિવત મંત્રોચ્ચારની વચ્ચે દુલ્હા-દુલ્હને પીપીઇ કિટ પહેરીને એક બીજાના ગળામાં માળા પહેરાવી સાત ફેરા લીધા. મૂળે છતરગંજ નિવાસી યુવતીના લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા. રવિવારે યુવતીના ઘરવાળા ધર્મશાળા માટે રવાના થયા. સમારોહની તમામ તૈયારીઓ ધર્મશાળામાં કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બે દિવસ પહેલા ગામમાં જ કોરોના મહામારીની તપાસ માટે આપવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવી ગયો. જેમાં દુલ્હન તથા તેની માતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. આ સાંભળતા જ પરિવાર અસમંજસમાં પડી ગયો. એવામાં પ્રશાસનિક અધિકારીઓએ દુલ્હી અને દુલ્હનના પરિજનોની માંગ પર કલેક્ટરથી દિશા-નિર્દેશન લેતા એસડીએમની આગેવાનીમાં એક કમિટીની રચના કરી અને કોરોના પ્રોટોકોલ હેઠળ કોવિડ કેર સેન્ટર પરિસરમાં જ મંડપ તૈયાર કર્યો અને અહીં પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં દુલ્હા-દુલ્હન પંડિત તથા યુવતીના માતા-પિતાને પીપીઇ કિટ પહેરાવીને પૂરી વિધિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. શક્ય છે કે દેશની આ પહેલા એવા લગ્ન છે જે કોવિડ કેર સેન્ટર પરિસરમાં દુલ્હા-દુલ્હન પીપીઇ કિટ પહેરીને સંપન્ન કરાવવામાં આવ્યા હોય.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.