Ahmedabad

કોવિડ-૧૯ : હાઈકોર્ટ નિયંત્રિત ઝોન જાહેર, પ્રવેશ પર પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટના સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સાવચેતીના પગલારૂપે હાઈકોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં સેનિટાઈઝેશન કરવાની તથા સમગ્ર સંકુલમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાયા બાદ હાઈકોર્ટને નિયંત્રિત ઝોન જાહેર કરી પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.