Sports

કોહલીને ‘ભારત રત્ન’ આપવા ઊઠી માંગ

નવી દિલ્હી, તા.૬
વિરાટ કોહલીના ૩૦મા જન્મદિવસ પર ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન (એઆઇજીએફ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો આગ્રહ કર્યો છે. કોહલીએ ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે અને ક્રિકેટના ત્રણે પ્રારૂપમાં કુલ ૧૮,૫૦૦ રન બનાવ્યા છે. ટેસ્ટ અને વન ડેમાં તેની સરેરાશ પણ ૫૦થી વધુની છે.
એઆઇએફજીએ પોતાના પત્રમાં કહ્યું, ‘ક્રિકેટને દેશમાં સૌથી વધારે પ્રેમ કરવામાં આવે છે અને વિરાટ કોહલીને ગત ઘણા વર્ષોથી પોતાના પ્રદર્શનથી અરબો પ્રશંસકોનું દિલ જીત્યુ છે. એઆઇજીએફ માને છે કે, વૈશ્વિક રમત ક્ષેત્રમાં ભારતનું સ્તર અને છબિને વધારો કરવામાં કોહલી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના કારણે તેને ભારત રત્ન આપવો જોઇએ.’
પત્રમાં કહેવાયું છે કે, ‘કોહલીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો મતલબ તેની પ્રતિભા, યોગ્યતા અને સખત પરિશ્રમને પુરસ્કૃત કરવી પડશે.’ પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.