પાલેજ, તા.ર૮
કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો, દેશ બચાવો સંપર્ક અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૨૬ જાન્યુઆરીના રોજ સાંજે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગુજરાત પ્રદેશમંત્રી દલપતભાઈ વસાવા માજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જહાંગીરખાન પઠાણ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલીમભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ સદસ્ય સકીલ અકુજી જિલ્લા સદસ્ય મકબુલભાઈ અભલી તાલુકા સદસ્ય ટકારિયા/પાલેજ અબ્દુલભાઈ ટેલર/ મોહસીન પઠાણ સ્થાનિક યુવા અગ્રણીઓ ઈમ્તિયાઝ રાજા, સોયાબ પઠાણ, હાજી ઈલ્યાશ પઠાણ, હાજી અતાઉલ્લાખાન પઠાણ સહિત આસપાસના ગામોના કોંગ્રેસ કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં દેશમાં જે ખેડૂતો વિરોધી કૃષિ કાયદાઓ સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં ભરૂચ તાલુકાના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. જેનો કોંગ્રેસ દ્વારા ગામડે- ગામડે ખેડૂતો સુધી પહોંચી સમજણ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન સંપૂર્ણ રીતે કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો તરફથી તેમનો ટેકો જાહેર કરવામાં આવે છે. આગેવાનોએ મીટિંગ સંબોધી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો લહેરાય માટે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.