Gujarat

ખોટી રજાચિઠ્ઠી મેળવી તેના પર ઈમારતો બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૩
શહેરના સારાભાઇ કંપની ખાતેની જમીનમાં ખોટી રજાચિઠ્ઠી મેળવી તેના પર ઇમારતો બનાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનાં આક્ષેપ સાથે આજે યુવા કોંગ્રેસનાં અગ્રણી ઋત્વીજ જોષીએ મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા રજૂઆત કરી હતી.
કોંગી અગ્રણી ઋત્વીજ જોષીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વડીવાડી સર્વે બ્લોક નં.૫૪ પર આવેલ સારાભાઇ કંપાઉન્ડવાળી મિલ્કતમાં વડોદરા કોર્પોરેશનને આપેલ રજાચિઠ્ઠી બિલ્ડરો દ્વારા ખોટી રીતે મેળવી તેના પર ગેરકાયદેસર રીતે તાત્કાલીક બાંધકામો બનાવી દેવામાં આવ્યા છે. તેમજ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે ઋત્વીજ જોષીએ મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર આપી ખોટી રજાચિઠ્ઠી મેળવી સારાભાઇ કંપાઉન્ડવાળી મિલ્કતમાં બનાવવામાં આવેલ ૪૦ મીટરનાં રોડ ટચ ગેરકાયદેસર બાંધકામો તથા ઇમારતો જમીનદોસ્ત કરી ખોટી રજાચિઠ્ઠી મેળવનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.