વૈષ્ણવી શર્માની હેટ્રીક સહિત પાંચ વિકેટની મદદથી મલેશિયાને ૩૧ રનમાં જ સમેટ્યા બાદ ભારતે મેચ ફકત ર.પ ઓવરમાં જ જીતી લીધી
કુઆલાલમ્પુર, તા.ર૧
આઈસીસી અન્ડર-૧૯ મહિલા ટી-ર૦ વિશ્વકપ ર૦રપની એક મેચમાં ભારતે કમાલ કરી દીધો. તેણે મલેશિયાને ના ફકત ૧૭ બોલમાં ધૂળ ચટાડી પણ તેની સ્ટાર બોલર વૈષ્ણવીએ હેટ્રીક સહિત પાંચ રન આપી પાંચ વિકેટ ઝડપી. તે અન્ડર-૧૯ મહિલા ટી-ર૦ વિશ્વકપમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય છે. મલેશિયાની પુરી ટીમ ૩૧ રનમાં સમેટાઈ ગઈ હતી જ્યારે ભારતે ર.પ ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું. આ સાથે જ તે ગ્રુપ એમાં સતત બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે હરાવ્યું હતું. કુઆલાલમ્પુરના બયુખાસ ઓવલ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા મલેશિયાની શરૂઆત સારી રહી નહીં. બીજી ઓવરમાં તેની પ્રથમ વિકેટ પડી તો જોત જોતમાં ૧૪.૩ ઓવરમાં તેની પૂરી ટીમ સમાપ્ત થઈ ગઈ. ભારતની સ્ટાર સ્પિનર વૈષ્ણવી શર્માએ કાતિલ બોલિંગ કરતા ૧૪મી ઓવરમાં હેટ્રીક ઝડપી. તેણે ૧૪મી ઓવરના બીજા બોલે ૭ર અને બિલી રોશલાન ત્રીજા બોલે નુર ઈસ્મા દાનિયા અને ચોથા બોલે સિતિનઝવાને આઉટ કરી વૈષ્ણવીએ ચાર ઓવરમાં એક મેઈડન ફેંકતા પાંચ રન આપી પાંચ વિકેટ ઝડપી. તેની સાથે બોલર આયુષી શુકલાએ ૩.૩ ઓવરમાં આઠ રન આપી ત્રણ વિકેટ પોતાના નામે કરી. આ રીતે વિરોધી ટીમ ૩૧ રનમાં સમેટાઈ થઈ. રોચક વાત એ છે કે ૩૧ રન ૧૧ રન એકસ્ટ્રાના છે. ૩ર રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને કોઈ પરેશાની થઈ નહીં. તેણે ર.પ ઓવરમાં જ વિના વિકેટે જીત મેળવી લીધી. ગોંગાડી તુષાએ ૧ર બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા અને ર૭ રને અણનમ રહી. બીજા છેડે કમિલનીએ અણનમ ચાર રન બનાવ્યા. ભારતનો ટુર્નામેન્ટમાં આગામી મુકાબલો શ્રીલંકા સામે ર૩ જાન્યુઆરી છે. ભારતની અન્ડર-૧૯ મહિલા ટીમે આ વિશ્વકપમાં વેસ્ટઈન્ડિઝની ટીમના પણ આવી જ હાલત કરી હતી. વેસ્ટઈન્ડિઝને ૪૪ રનમાં ભારતે સમેટી દીધું હતું.