International

ગાઝાના અન્ય એક પેલેસ્ટીની કેદીનું ઇઝરાયેલની કસ્ટડીમાં મોત

(એજન્સી)          તા.૩૦
કેદીઓની બાબતોના સમૂહે જણાવ્યું કે ગાઝાના અન્ય એક પેલેસ્ટીની કેદીનું રવિવારે ઇઝરાયેલની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.   ફિમ્દી યોગ કેદીઓના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, અશરફ ફખરી અબુ વરદા, ૫૧, દક્ષિણ ઇઝરાયેલની નેગેવ ડેઝર્ટ જેલમાંથી સ્થાનાંતરિત થયાના બે દિવસ પછી દક્ષિણ શહેર બીરશેબાના સોરોકા મેડિકલ સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેના પરિવારજનોએ જણાવ્યું  કે અબુ વરદા, જેને ૨૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગાઝામાં ઇઝરાયેલી સૈન્યદળો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતો, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા પહેલા કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી. પેલેસ્ટીનના આંકડાઓ અનુસાર, તેમના મૃત્યુથી ઈઝરાયેલની કસ્ટડીમાં મૃત્યુ પામેલા પેલેસ્ટીનીઓની સંખ્યા ૭ ઓકટોબર સુધીમાં ૫૦ થઈ ગઈ છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘૧૯૬૭ પછી ઇઝરાયેલી કસ્ટડીમાં પેલેસ્ટીની કેદીઓનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે.’
 યુએન સુરક્ષા પરિષદની તાત્કાલિક યુદ્ધવિરામની દરખાસ્ત હોવા છતાં, ઇઝરાયેલી દળોએ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના આક્રમણથી ગાઝા પટ્ટી પર નિર્દયતાથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે, જેમાં ૪૫,૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.